ક્રિકેટમાં સંક્રમણ ઘૂસ્યું- 2 ખેલાડી પોઝિટિવ, આજની KKR-RCBની મેચ રદ્દ કરાઇ..

અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 29 મેચ રમાઈ, અમદાવાદમાં ડખો પડ્યો..

સંક્રમણના કહેરની અસર હવે ક્રિકેટમાં આઈપીએલ પર પણ થઇ રહી રહી હોય તેમ. સોમવારે યોજાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલુરૂની મેચ રદ્દ કરી દેવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ, કોલકાતાના 2 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આઈપીએલની 14મી સિઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થવાનો હતો. સંક્રમણના કાળમાં બીસીસીઆઈએ મજબૂત ‘બાયો બબલ’નો હવાલો આપ્યો હતો અને ત્યાર બાદ અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 29 મેચ રમાઈ હતી.

ચેન્નાઈ અને મુંબઈની તમામ મેચ પૂરી થઈ હતી પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની સિઝનની 30મી મેચને હાલ પૂરતી રદ્દ કરવામાં આવી છે.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર