અમદાવાદ : નારોલમાં પતિ-સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ લગાવ્યો ફાંસો

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરનારી યુવતીનો આપઘાત

અમદાવાદના નારોલ ખાતે પરણિતાએ પતિ અને સાસુના ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ નોંધાઇ છે. યુવતીનો પતિ શંકા રાખી ઘરમાં કેદ મારઝૂડ કરતો હતો. યુવતીએ માતા પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. આ અંગે યુવતીની માતાએ સાસરિયાં વિરુદ્ધમાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

ફરિયાદમાં મૃતકની માતાએ જણાવ્યું છે કે, શંકા- વહેમ રાખી અવાર નવાર પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં આખો દિવસ ઘરમાં પુરી રાખી નાની નાની બાબતોમાં મારઝૂડ કરતો હતો. ફોન પર માતાપિતા સાથે વાત પણ કરવા દેતો નહતો.

ગાંધીનગર કલોલમાં વડસર ગામે રહેતા મૃતકની માતા ચંદ્રિકા બહેન સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 21 વર્ષીય પુત્રી કૃતિકાએ બે વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ નારોલ ખાતે રહેતા જીગ્નેશ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પુત્રીએ મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેના પિયરજનો તેના ત્યાં જતા ન હતા. મૃતકની માતાએ જણાવ્યું હતું કે, પાડોશી મારફતે બેટીના હાલચાલ પૂછી લેતા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે કૃતિકાને તેનો પતિ તેમજ સાસુ ખૂબજ ત્રાસ આપે છે. ચંદ્રિકા બહેને જાણવા મળ્યું હતું કે કૃતિકાનો પતિ તેની પર ખૂબ વહેમ રાખી ઘરમાં પુરી રાખે છે. કૃતિકાને એકલી ઘરની બહાર ન નીકળવા દઈ તેને અન્ય બાબતોમાં માર મારતા હતા. કૃતિકાના પરિવારજનો કઈ કહેવા જાય તો તેઓને કઈ બોલવાની ના પાડી દેતા હતા.

માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક દિવસ સંબંધીના લગ્નમાં કૃતિકા સાથે મુલાકાત થઇ હતી. આ દરમિયાન પતિ તેમજ સાસુ ત્રાસ આપતા હોવાનું જાણાવા મળ્યું હતું. પતિ અવાર નવાર મારઝૂડ કરી ઘરની બહાર નીકળવા દેતો નથી અને ફોન પર વાત પણ કરવા દેતો નથી. ફોન પર વાત કરવી હોય તો સ્પીકર પર કરાવતા હતા. સાસરિયાના આવા ત્રાસથી કૃતિકા 20 દિવસ માતાના ઘરે રહી હતી. બાદમાં તેને સમજાવી તેનું ઘર કરવા કૃતિકાને સાસરે મોકલી હતી. રક્ષાબંધનમાં પણ ફરી કૃતિકાએ ફરિયાદ કરી પિયરજનો સાથે વાત કરે ત્યારે તેનો પતિ અને સાસુ બાજુમાં ઉભા રહી સ્પીકર પર જ વાત કરાવી ત્રાસ આપ્યા રાખે છે.

મૃતક કૃતિકાના ભાઇનું અકસ્માત થયો ત્યારે હોસ્પિટલામા મતા સાથે મુલાકાત થઇ હતી. જેમાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું છે કહીને સાસરે જવા મનાઈ કરી હતી. દસેક દિવસ પહેલા કૃતિકાને તેના પતિએ ખૂબ માર માર્યો હોવાની જાણ થતા ચંદ્રિકા બહેને જમાઈ જીગ્નેશને ફોન કરતા તે બહાર હોવાનું કહી પછી વાત કરાવશે તેવું કહ્યું હતું. 18મી ફેબ્રુઆરીના રોજ કૃતિકાની સાસુએ તેની માતાને ફોન કરીને જણાવ્યું જે કૃતિકાએ ગળેફાંસો ખાધો છે જેથી સારવાર અર્થે તેને એલજી હોસ્પિટલ માં ખસેડી છે. ત્યાં જઈને જોયું તો કૃતિકાને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

આમ, પતિ અને સાસુના ત્રાસથી યુવતી તંગ આવી ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી દીધું હતું. હાલ સમગ્ર મામલે નારોલ પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી આરોપી પતિ અને સાસુ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 92 ,  1