અમદાવાદ : ‘માતા-પિતાની ઈજ્જત જશે…’ વીડિયો બનાવી યુવકે કર્યો આપઘાત

હાટકેશ્વર સર્કલ નજીક રહેતા યુવકે લગાવ્યો ફાંસો

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યા છે. હાટકેશ્વર સર્કલ નજીક રહેતા યુવકે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી દેતા ચકચાર મચી ગયો છે. આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. તો બીજી તરફ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોત પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં માફી માંગવાની વાત કરે છે. આ અંગે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ પોલીસે આત્મહત્યાને લઈ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાટકેશ્વર સર્કલ નજીક રહેતા 25 વર્ષના અજય ડિંગોરીકર નામના યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત કર્યા પહેલાં આ યુવકે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તે કોઈની માફી માગવાની વાત કરી રહ્યો છે. આ યુવક જેની માફી માગી રહ્યો છે તે વ્યક્તિ તેને માફ નથી કરતી. માફીનું કારણ જે કંઈપણ હોય, એને કારણે યુવકનાં માતા-પિતાની ઈજ્જત જશે તેવા ડરથી તે આપઘાત કરવાનું જણાવે છે.

અજય ડિગોરિકર હાટકેશ્વર સર્કલ નજીક ભાડાના મકાનમાં માતા-પિતા અને નાના ભાઈ સાથે રહેતો હતો. છેલ્લાં 9 વર્ષથી હાટકેશ્વરની ગાર્મેન્ટની ફેકટરીમાં નોકરી કરતો હતો, પરંતુ એક વર્ષ પહેલાં જ નારોલમાં ગાર્મેન્ટ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. છેલ્લા ઘણા સમયથી અજય તણાવમાં રહેતો હતો. પોલીસે આપઘાત પાછળ પ્રેમપ્રકરણ છે કે કોઈ અંગત અદાવત કે પછી પારિવારિક કે આર્થિક સમસ્યા એ તમામ મુદ્દે તપાસ શરૂ કરી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી