અમદાવાદ : સેટેલાઇટમાં નિવૃત્ત પ્રોફેસરે પત્ની સાથે લગાવ્યો ફાંસો

બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. 80 વર્ષીય નિવૃત પ્રોફેસરે પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી છે. વૃદ્ધ દંપતીએ બીમારીના કારણે મોતને વ્હાલુ કરવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો છે. હાલ આ મામલે સેટેલાઇટ પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તજવીજ હાથ ધરી છે. મોતને વહાલું કરનાર પ્રોફેસરને કિડનીની બિમારી હતી, જ્યારે પત્નીને કેન્સરની બીમારી હતી. બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં રહેતા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એકસાથે આત્મહત્યા કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે.

પોલીસની પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બંને જણાએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા, પરંતુ કોઈ પરિણામ ના મળતાં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતાં હતાં, જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલાં કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા. જ્યારે અંજનાબેન હાઉસ વાઈફ હતાં.

‘મનજી મુસાફર રે, ચાલો નિજ દેશભણી, અવધ આપણી ઈચ્છા થઈ છે પૂરી..’

સુસાઇડ નોટ – “તેઓ બીમારીથી કંટાળી ગયેલા હતા અને ઘણી બધી દવાઓ કરી ઘણા બધા યોગ પણ કર્યા. આમ છતાંય તેમની શારીરિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આખરે કંટાળીને તેઓ મોતને વ્હાલું કરી રહ્યાં છે. આટલું જ નહીં, સ્યુસાઈડ નોટમાં પરિવારમાં કોઈને પરેશાન ના કરવા પણ જણાવ્યું છે.” “મનજી મુસાફર રે, ચાલો નિજ દેશભણી, અવધ આપણી ઈચ્છા થઈ છે પૂરી’ એમ એક્સપાયરી ડેટનો અનુભવ થાય છે. આ પૃથ્વીના તખ્તા ઉપર ભજવવાની તમામ ભૂમિકાઓ દિલપૂર્વક યથાશક્તિ ભજવી લીધી. હવે તખ્તા ઉપર નકામી ભીડ શાને કરવી? હજુ પણ પરિવાર, સમાજના ગળે ટિંગાઈ રહેવું, એમાં આપણી શી શોભા? આપણી શોભા કે વેળાસર જતા રહીએ અને લીલી વાડી મૂકીને જ નહી, ભોગવીને જઈએ છીએ.”

 93 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી