સુરતમાં યુવકે લગાવ્યો ફાંસો : મોત પહેલા પત્નીને કહ્યું – હું ઘરે નથી આવવાનો, આપઘાત કરી લેવાનો છું

ઝાડ ઉપર દોરડું બાંધી સારોલીના યુવાને ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું 

સુરતમાં આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે ઝાડ પર લટકી મોતને વહાલું કર્યું છે. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોત પહેલા યુવકે પોતાની પત્ની સાથે વાત કરી હતી. જેમાં મૃતકે કહ્યું હતું કે, ‘હું ઘરે નથી આવવાનો, આપઘાત કરી લેવાનો છું..’ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી તો બીજી તરફ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ નજીકના ઝાડ ઉપર દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અને જહાંગીરપુરા પોલીસને જાણ કરી હતી. આ અંગે તપાસ કરતા સારોલી વિસ્તારમાં રહેતા કેતન કનુભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, સારોલી વિસ્તારમાં કેતન કનુભાઈ પટેલ(ઉ.વ.32) પરિવાર સાથે રહેતો હતો અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. પરિવારમાં પિતા ખેડૂત અને સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે. ગત રોજ કેતન ઘરેથી નીકળ્યા બાદ ઇચ્છાપોર ઓફીસે જઈ પત્નીને ફોન પર કહ્યું હતું કે, હું ઘરે નથી આવવાનો, આપઘાત કરી લેવાનો છું. જેને લઈ પરિવાર ગત રોજ બપોરથી કેતનને શોધી રહ્યું હતું.

તો બીજી તરફ કેતન ભાઈએ વરિયાવ ગોકુળ ફાર્મ નજીકના ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. કેતનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જોકે, હાલ આપઘાતનું કારણ અકબંધ છે.

 23 ,  1