ચીનમાં ટ્રાવેલ બ્લોગરને 7 મહિનાની ફટકારી જેલની સજા

કારણ જાણીને તમે પણ નવાઈ પામી જશો…

પાડોશી દેશોને હેકડી દેખાડતા ચીને એક ટ્રાવેલ બ્લોગરને સાત મહિનાની સજા ફટકારવામાં આવી છે ટ્રાવેલ બ્લોગ પર એવા આરોપ લાગ્યા છે કે ગલવાન ઘાટીમાં જે ચીની સૈનિકો માર્યા ગયા હતા. તેણે તેનું અપમાન કર્યું હતું. નોંધનીય છે કે, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં જે હિંસક અથડામણ થઈ હતી. તેમા ચીને પહેલા તો ના પાડી દીધી હતી. જોકે બાદમાં ચીને જે સૈનિકો માર્યા ગયા હતા તેમની સમાધિ બનાવી છે.

ટ્રાવેલ બ્લોગર પર ચીનના જવાનોની બનેલી સમાધી પાસે કેટલીક તસ્વીરો ખેંચી હતી જેના પગલે ટ્રાવેલ બ્લોગર પર જવાનોના સમ્માનને ઠેસ પહોંચડાવાનો આરોપ લાગ્યો છે. જેથી કોર્ટ દ્વારા તેને સાત મહિનાની સજા ફટકારવામાં આવી છે. સાથેજ એવો આદેશ પણ આપવામાં આવ્યો છે. 10 દિવસમાં તે સાર્વજનિક રીતે માફી માગે.

આ બ્લોગરનું નામ લી કિજિયાન હોવાનું સામે આવ્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. 15 જુલાઈએ તે સમાધિ સ્થળ પર ગયો હતો. આ સમાધિ સ્થળ પણ કારાકોરમ પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. તેના પર આરોપ લાગેલા છે કે તે સમાધિ પાસે આવીને હસી રહ્યો હતો. સાથેજ તે સમાધી તરઉફ હાથથી પિસ્તોલ બતાનીને ઈશારો કરી રહ્યો હતો.

આ ફોટા જ્યારે સોશિયસ મીડિયામાં વાયરલ થયા ત્યારે તેનો ઘણો વિરોધ થયો હતો. 22 જુલાઈના રોજ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમા તેને દોષી દાહેર કરીને તેને 7 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 2020માં લદ્દાખના ગલવાન ક્ષેત્રમાં ભારત અને ચીની સેના વચ્ચે તણાવ વધ્યો હતો. જેમા સૈનિકો આમને સામને આવી જતા ભારે હિંસા થઈ હતી. આ હિંસામાં 20 જવાનો શિહદ થયા હતા. જ્યારે ચીનના 45 જવાનો માર્યા ગયા હતા તેવી માહિતી સામે આવી હતી. જોકે આ મામલી ચીન દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં નથી આવી. તેઓ સૈનિકોની મોતનો આકડો પણ છુપાવા માગતા હતા પરંતુ ત્યાના નાગરીકોના દબાણને કારણે ચીને તેમના જવાનોના મૃતદેહને પૂરા સન્માન સાથે તેમના પરિવારોને આપ્યા હતા.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી