September 23, 2021
September 23, 2021

ધંધુકા-બગોદરા હાઈવે પર ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત

35 મુસાફરો ઘાયલ, 11ની હાલત ગંભીર

મંગળવારે વહેલી સવારે ધંધૂકા-બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3 નાનાં બાળક સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધૂકાના ખડોળ પાટિયા પાસે બની હતી. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી તે દરમિયાન અકસ્માતનો ભોગ બની હતી.

ઘટનાની જાણ થતાં ધંધુકા/ફેદરા /બગોદરા/ ધોલેરા /બરવાળા /રાણપુર સહિત છ જેટલી 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. તેમજ ઘાયલોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે અન્ય ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. વહેલી સવારે બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 79 ,  1