કલમ 370ની નાબૂદી બાદ જમ્મુ-કાશ્મીર સચિવાલય પર લહેરાયો ત્રિરંગો…

ભારત સરકાર દ્વારા કલમ 370ની નાબુદી સાથે જ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષ અિધકારનો અંત આવ્યો છે અને આ સાથે જ જમ્મુ કાશ્મીરનો પોતાનો ધ્વજ એક ઈતિહાસ બની ગયો છે. શ્રીનગરના સચિવાલય પરથી જમ્મુ કાશ્મીરનો ધ્વજ દૂર કરી દેવામાં આવ્યો છે અને હવે ત્યાં દેશનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાઈ રહ્યો છે.

ગત સપ્તાહ સુધી સચિવાલય પર બંને ઝંડા એક સાથે લહેરાઈ રહ્યા હતા પરંતુ જમ્મુ કાશ્મીરનો વિશેષાધિકાર નાબુદ થવાની સાથે જ તેનો આગવો ધ્વજ, બંધારણ અને દંડ સંહિતા ઈતિહાસ બનીને રહી ગયા છે.

હવેથી જમ્મુ કાશ્મીરના તમામ સરકારી કાર્યાલયો પર ફક્ત તિરંગો જ ફરકાવવામાં આવશે. જમ્મુ કાશ્મીર પોતાનું આગવું બંધારણ, દંડ સંહિતા અને ધ્વજ ધરાવતું હતું પરંતુ કલમ 370ની નાબુદી બાદ ત્યાં ફક્ત ભારતીય બંધારણ જ લાગુ થશે અને ભારતીય દંડ સંહિતાનું પાલન કરવું પડશે.

જમ્મુ કાશ્મીરમાં પહેલા બહારની વ્યક્તિ જમીન ન ખરીદી શકે તેવો કાયદો હતો પરંતુ તે પ્રાવધાન પણ રદ્દ કરાયું હોવાથી જમ્મુ કાશ્મીરનું સ્વરૂપ બદલાઈ ગયું છે. જમ્મુ કાશ્મીરને લદ્દાખ અને જમ્મુ કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યા હોવાથી હવે વિધાનસભાનો કાર્યકાળ પણ છના બદલે પાંચ વર્ષનો રહેશે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી