કુપોષણઃ આદિવાસી વિસ્તાર દૂધ સંજીવની યોજનાથી વંચિત ..

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોયારી અને મોટીઝરી શાળાઓમાં સરકારની દૂધ સંજીવની યોજના દ્વારા આપવામાં આવતું દૂધ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી અને જે આપવામાં આવે છે તે પણ અનિયમિત આપવામાં આવે છે. દૂધ સપ્લાય એજન્સી દ્વારા કટકી કરવામાં આવે છે.

તેમજ પ્રાથમિક શાળાઓમાં દૂધ પહોંચાડનાર દૂધ કોને આપવામાં આવે તેની જાણ કરવામાં આવતી નથી. કોયારી પ્રાથમિક શાળામાં સત્ર ચાલુ થયું છે. ત્યારથી લઇ ત્રણ દિવસ જ દૂધ આપવામાં આવ્યું છે. જ્યારે મોટીઝરી ગામ પ્રાથમિક શાળામાં પણ અનિયમિત દૂધ આપવામાં આવે છે. જેને લઇ અનેક વાર રજૂઆત કરી છે.છતા પણ આંખ આડા કાન કરવામાં આવે છે.

સરકાર આદિવાસી વિસ્તારમાં આદિવાસી શિક્ષણને સુધારવા માટે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે, પરંતુ આદિવાસીઓ આ યોજનાથી વંચિત છે. આ યોજનાથી કુપોષણ દૂર કરી શકાય તેવો રાજ્ય કારકરનો હેતુ છે, પણ સરકારનું વહીવટી તંત્ર આ બાળકોને કુપોષિત રાખશે તેવું દેખાઇ રહ્યું છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી