છોટાઉદેપુર : આદિવાસી જાતિના ધર્મ ગુરૂએ ત્યાગો દેહ, ભક્તોમાં ગમગીની

છોટાઉદેપુર અને પંચમહાલની સરહદે આવેલા જંગલોની વચ્ચે લોકસેવાની ધૂણી ધખાવી આદેશ આશ્રમ સ્થાપક સતગુરુ જ્ઞાનનાથજી બાવાએ ભક્તો ને અઠવાડીયા અગાઉ દેહત્યાગવાની ભવિષ્યવાણી કરી હતી અને ભવિષ્યવાણી સાચી પડતા ભક્તજનોમાં ફેલાયેલી ગમગીની  ડુંગરાળ વિસ્તારમાં આદેશ આશ્રમ આવેલો છે આદેશ આશ્રમમાં વર્ષોથી યોગી બાલકનાથના શિષ્ય જ્ઞાનનાથજી સેવાની ધૂણી ધખાવીને આદીવાસી ભક્તજનોની સેવામાં જીવન વિતાવતા હતા.

દર વર્ષે ગુરૂ પૂર્ણિમાના રોજ મોટો ઉત્સવ ઉજવાતો હતો. આ ઉત્સવ દરમ્યાન આખા વર્ષમાં બનનારી ઘટનાની ભવિષ્યવાણી કરતા અને ભક્તોના જણાવ્યા પ્રમાણે તમામ ભવિષ્યવાણી સાચી પડતી હોવાનું ભક્તો દ્વારા જાણવા મળ્યું છે. 

આ જ્ઞાનનાથજી મહારાજ દ્વારા પોતાના મૃત્યુની પણ ભવિષ્યવાણી તેમણે કરી છે કે તા.17-8-19 ને શનિવાર ના રોજ મારી સમાધિ તૈયાર રાખજો આવતા શનિવારે હું દેહ ત્યાગ કરવાનો છું. જેને લઈ શનિવારે સવારે 10-30 કલાકે તેમણે દેહ ત્યાગ કરતા આદીવાસી જિલ્લાના ભક્તોના ટોળે ટોળા આદેશ આશ્રમ ખાતે ઉમટ્યા હતા.

ભક્તોમાં  ભારે શોક ની લાગણી છવાઈ હતી અને આજે રવિવારના રોજ બપોરે 12-30 કલાકે તેમની શોભાયાત્રા કાઢી આદેશ આશ્રમ ખાતે જ તેમણે સમાધી આપતા સમગ્ર વાતાવરણ ગમગીની થઈ ગયું હતુ. અને ભક્તોમાં શોકની લાગણી પ્રવતી હતી

પ્રતિનિધિ: રફીક મકરાણી, છોટાઉદેપુર.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી