નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ(NCLAT)એ ગુરૂવારે એસ્સાર સ્ટીલના પ્રમોટરને કહ્યુ કે પહેલા તે એસ્સાર ગ્રુપની 80,000 કરોડ રૂપિયાની દેવું ચુકવે, પછી એસ્સાર સ્ટીલ માટે રિઝોલ્યુશન પ્લાન રજૂ કરે. પ્રમોટર્સના વકીલે તેના માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે.
એસ્સાર સ્ટીલના એમડી પ્રશાંત રુઈયા અને એસ્સાર ગ્રુપના અધિકારીઓને સોમવારે NCLTમાં અરજી દાખલ કરી હતી. તેમની માંગ છે કે દેવાળિયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી એસ્સાર સ્ટીલ માટે આર્સેલર મિતલના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની અમદાવાદ બેન્ચે આ પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.
એનસીએલએટીએ આર્સેલર મિત્તલને પણ બોલી વધારવા માટે કહ્યું છે. કારણ કે એસ્સાર સ્ટીલના પ્રમોટર રુઈયા પરિવારની બોલી તેનાથી વધુ છે. એસ્સાર સ્ટીલને ખરીદવા માટે આર્સેલર મિત્તલે 42,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો છે. જયારે રુઈયા પરિવારે પોતાનો હિસ્સો જાળવી રાખવા માટે 54,389 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો છે.
એસ્સાર સ્ટીલ પર 49000 કરોડ રૂપિયાનું દેવું છે. જયારે તેના પેરેન્ટ ગ્રુપ એસ્સાર પર 80,000 કરોડનું દેવું છે. એસ્સાર સ્ટીલનું દેવું એ 12 એનપીએમાં સામેલ છે, જેમની વિરુદ્ધ આરબીઆઈએ 2017માં બેન્કોને દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવા માટે કીધું હતું. દેવાળિયા પ્રક્રિયાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો મામલો છે.
84 , 3