September 27, 2020
September 27, 2020

આસામમાં ફરજ બજાવતા જવાન શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ..

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા….

આસામ સ્થિત ઇ.એમ.ઇ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું છે. તેઓનો પાર્થિવદેહ આજે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એરપોર્ટ ખાતે સ્વ. શક્તિસિંહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શક્તિસિંહ ભારતીય સેનામાં ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ એન્જિનિયર કોર્પસમાં સેવા આપી રહ્યા હતા. તા ૩૧ જુલાઈના રોજ હૃદયરોગના હુમલાના કારણે તેઓનું દુઃખદ અવસાન થયું હતું.

સ્વર્ગસ્થના પાર્થિવદેહને અમદાવાદ થી તેમના વતન લઈ જવાયો હતો. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા તથા આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 120 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર