જય જવાન જય કિસાનનું સૂત્ર આપનારને દેશે આપી શ્રદ્ધાંજલિ

ગાંઘીજીની સાથે વામનમાંથી વિરાટ શાસ્ત્રીજીને પણ કરાયા યાદ

આજે 02 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉપરાંત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. શાસ્ત્રીનો જન્મ 02 ઓક્ટોબર, 1904ના રોજ થયો હતો. તેમની સાદગી અને સાહસથી સૌ કોઈ પરિચિત છે. 1965ના યુદ્ધની વાત કરીએ તો જ્યારે 1962ના યુદ્ધમાં ભારત ચીન સામે હારી ગયું હતું ત્યારે પાકિસ્તાનને એવો ભ્રમ બેસી ગયેલો કે ભારતીય સેનાની બાજુઓમાં એટલો દમ નથી. આ વિચાર સાથે પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો હતો. તે સમયે લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે પૂરતી હતી. લાલ બહાદુર શાસ્ત્રી 09 જૂન, 1964ના રોજ દેશના બીજા વડાપ્રધાન બન્યા હતા.

આ રીતે પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ
1962માં ચીન સાથેના યુદ્ધમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.
તે સમયે ભારતની હારને પાકિસ્તાને પોતાના ભાવિ વિજય સમાન ગણી હતી.
પાકિસ્તાનની અય્યૂબ ખાન સરકારે તે તકનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું હતું.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અય્યૂબ ખાને 1965ની કાળઝાળ ગરમીમાં ઓપરેશન જિબ્રાલ્ટર છેડી દીધું હતું અને ભારતીય સેનાની કોમ્યુનિકેશન લાઈન ધ્વંસ્ત કરવાના ઈરાદા સાથે હજારો સૈનિકોને કાશ્મીર મોકલ્યા હતા.
એટલું જ નહીં, કાશ્મીરી મુસ્લિમોને પોતાના પક્ષમાં કરવા તેમણે ભારતીય સેનાના જમીન પર કબજાની વાત ફેલાવી દીધી હતી.
જોકે પાકિસ્તાનનો ઉદ્દેશ્ય પાર ન પડી શક્યો.
કાશ્મીરી ખેડૂતો અને ગુજ્જર પશુપાલકોએ દુશ્મન ફોજની ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને જાણ કરી દીધી.
તેવામાં પાકિસ્તાન પર ઉલટો પ્રહાર થયો અને ઓપરેશન જિબ્રાલ્ટર તેમના પર જ ઉલટું પડ્યું.
ભારતીય સેનાએ તે વખતે વડાપ્રધાન શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા આદેશને અંજામ આપ્યો હતો. તેમણે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસીને બે બાજુથી પ્રહાર કર્યો હતો.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી