પૂર્વ PM વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ- PM મોદી સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની આજે પહેલી પુણ્યતિથિ છે. નવી દિલ્હીમાં આવેલ સ્મૃતિ સ્થળ ‘સદેવ અટલ’ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. લાંબી બિમારી બાદ 16 ઓગસ્ટ 2018ના રોજ અટલ બિહારી વાજપેયીનું નિધન થયુ હતુ.

અટલ બિહારી વાજપાયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. બહુમતિ સાબિત ન કરી શકતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. બીજીવાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા હતા. સહયોગી પાર્ટીઓએ સમર્થન પરત લઇ લેતા 13 મહિના બાદ 1999માં ફરીથી સામાન્ય ચૂંટણી થઇ હતી. 13 ઓક્ટોબર 1999માં તે ત્રીજીવાર વડાપ્રધાન બન્યા અને તેમણે 2004 સુધી પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

ડિસેમ્બર 2014માં અટલજીને ભારત રત્ન આપવાની જાહેરતા કરવામાં આવી હતી. માર્ચ 2015માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રોટોકોલ તોડ્યો અને અટલજીને તેમના ઘરે જઇને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી