Bihar Election 2020 : બિહાર વિધાનસભાની ચૂંટણીને ચાલો આ રીતે સમજીએ…

દલિત નેતા પાસવાનના નિધનથી ચૂંટણીનું ચિત્ર બદલાયું, ચિરાગના માથે ઘેરાયા સંકટના વાદળો

RJD, JDU અને લોજપા વચ્ચે ત્રિપાંખિયો જંગ

દેશમાં કોરોના મહામારી વચ્ચે બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. 243 બેઠકો માટે બિહારમાં ત્રણ અલગ અલગ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. સીએમ નીતિશકુમાર બાદ ભાજપ માટે પણ આ ચૂંટણીઓ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. એલજેપી પાર્ટીના સુપ્રીમો અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનનું ચૂંટણી દરમિયાન જ બીમારીને કારણે અવસાન થયું હતું.

દલિત નેતા પાસવાનના નિધનથી તેમની પાર્ટી લોજપાને સહાનુભૂતિનો લાભ મળે તેવું જણાતું નથી. હાલ પુત્ર ચિરાગ પાર્ટીનો હવાલો સંભાળી રહ્યો છે. સિનિયર પાસવાને તેમના ઉત્તરાધિકારી તરીકે ચિરાગને રાજકીય અનુગામી તરીકે તૈયાર કર્યા, તેથી તેમને ચૂંટણીમાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. પરંતુ તેમના પિતાના અવસાનમાં તેમને કેટલો રાજકીય લાભ મળી શકે તે જુનિયર પાસવાનને ખબર નથી, કારણ કે રામવિલાસ બિમારીના કારણે મૃત્યુ પામ્યા છે, તેથી મતદારોમાં સહાનુભૂતિ મેળવવી મુશ્કેલ છે.

બિહાર રાજનીતિમાં રામવિલાસની પાર્ટીએ અને ખાસ કરીને તેમના પુત્ર ચિરાગ પાસવાને ભાજપ સામે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. તેમણે મુખ્યમંત્રી નીતીશકુમારની પાર્ટી JDUના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

ભાજપ પ્રત્યે ચિરાગનું કુણૂ વલણ

ચિરાગ પાસવાનની પાર્ટી લોકજનશક્તિ પાર્ટી આ વખતે એનડીએથી અલગ થઈને ચૂંટણી લડી રહી છે. ચિરાગ પાસવાને કહ્યુ હતું કે, તેને નીતિશ કુમારની આગેવાની પસંદ નથી. જો કે, ભાજપ પ્રત્યે ચિરાગનું કુણૂ વલણ છે. 

લોજપા અધ્યક્ષ અન લોકસભા સાંસદ ચિરાગની સામે એવો કોઈ દલિત નેતા નથી, જે સમગ્ર રાજ્યમાં પહોંચ ધરાવતો હોય. આ વાત પર ઘણુ બધુ નિર્ભર કરે છે કે, ચિરાગ ખુદ પોતાની જાતને કઈ રીતે જનતાની સામે રજૂ કરે છે. તેમના પિતા જમીન સાથે જોડાયેલા નેતા હતા તથા સામાન્ય લોકોની આમ જનતાની ભાષા તેઓ બોલતા હતા. ત્યારે હવે મતદારો પહેલાની સરખામણી વધારે ધ્યાન આપશે.

પાસવાનના નિધન બાદ જો કોઈ પાર્ટી સૌથી વધારે સચેત થઈ હોય તો તે છે નીતિશ કુમારની પાર્ટી. બંને પાર્ટીઓ વચ્ચે પહેલાથી કેટલાય મુદ્દાઓ પર ટકરાવ ચાલી રહ્યા છે. પાસવાનના નિધન પહેલા જ ચિરાગએ ટ્વીટ કરી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો હતો. જેમાં આરોપ લગાવ્યો હતો કે, નીતિશ કુમારે તેમના પિતાનું અપમાન કર્યુ અને દાવો કર્યો હતો કે, બિહારના મતદારોની વચ્ચે નીતિશ કુમાર માટે ભારેભારો રોષ છે. જો કે, ચિરાગના આ આરોપોને જદયુએ ફગાવી દીધા હતા, અને કોઈ જવાબ નહીં આપવાનું ઉચિત સમજ્યુ હતું.

ત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય તજજ્ઞ આમોદ કુમારના શબ્દોમાં જાણીએ ચૂંટણીનું ચિત્ર કેવું છે…

રાજકીય તજજ્ઞ આમોદ કુમાર : ચિરાગ પ્રત્યે કોઈ સહાનુભૂતિની લહેર નહિ જોવા મળે

આમોદ કુમાર

રાજકીય તજજ્ઞ આમોદ કુમારના જણાવ્યા મુજબ, “બિહાર વિધાનસભાની ચૂંટણીની વચ્ચે રામવિલાસ પાસવાનનું અવસાન એક મોટી ઘટના છે જેની અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. જો કે, તેમનું મૃત્યુ અકાળ મૃત્યુ નથી, જેના કારણે સહાનુભૂતિની લહેર દોડી આવે, તેઓ લાંબા સમયથી બીમાર હતો અને એક મહિનાથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ હતા. દસ વર્ષ પહેલાં તેમને એક વાર હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેઓ સતત સારવાર હેઠળ હતા.

આ સમયે તેમની તબિયત ખૂબ ખરાબ હતી. હૃદયરોગની સાથે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને અન્ય મહત્વપૂર્ણ અંગો પણ યોગ્ય રીતે કાર્યરત ન હતા. તેથી, તેનું મૃત્યુ આકસ્મિક નથી. તેમના સમર્થકોને પણ લાગ્યું કે કંઈક અપ્રિય થઈ શકે છે.

તેમના મોતથી ચિરાગ પ્રત્યે કોઈ સહાનુભૂતિની લહેર પેદા થવાની નથી કે તેમના પક્ષના મતો અચાનક વધી જશે. રામવિલાસની અપીલ તેમની જાતિના લોકો સુધી મર્યાદિત હતી. નોંધનીય છે કે તેમની જાતિની વસ્તી રાજ્યની કુલ વસ્તીના 5 ટકા છે. બીજીતરફ તેમની જાતિના કેટલાક લોકો નક્સલ વિસ્તારોમાં CPI ને મત આપે છે. રામવિલાસ પાસવાનની તરફેણમાં બેથી અઢી ટકા મતો જાતિના સમર્થનને કારણે મળતા હોય છે

આ વખતે તેમનો પક્ષ અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધનમાં નથી અને તેઓ ઘોષણા કરી રહ્યા છે કે ભાજપના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઉભા નહીં રાખે. તે સિવાય, અન્ય વિસ્તારોમાં કે જ્યાં નીતિશ કુમાર અને જીતનરામ માંઝીના ઉમેદવાર હશે, ત્યાં તેમના ઉમેદવારોને મેદાને ઉતારશે…

નિતીશ ગમતા નથી અને મોદીને છોડવા નથી !

રાજ્યમાં પાસવાન દલિત મતદારો સાથે પાંચ દાયકાથી જોડાયેલા નેતા છે. જો કે હવે તેમનુ નિધન થઈ ગયુ છે. બીજી બાજૂ વિધાનસભાની ચૂંટણી આવીને બેઠી છે. તેથી આવા સમયે વિરોધી પાર્ટી લોજપા અને તેના યુવા નેતા પર કોઈ પણ પ્રકારના પ્રહારો કરતા ખચકાય રહ્યા છે. લોજપા આમ તો ખુદ પોતાની પાર્ટીને ભાજપના સહયોગી હોવાનો અને વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ કામ કરવા તૈયાર થયેલી છે. સાથે જ તે જદયુ પર સતત પ્રહારો કરી રહ્યા છે. સત્તાધારી એનડીએમાં રાજગ અને ભાજપ સહયોગી છે.

ભાજપે નીતિશ કુમારે પર વિશ્વાસ મુક્યો છે. જો કે, પાસવાનના નિધન બાદ હવે લોજપા સાથેના સમીકરણો બદલાઈ શકે છે. અહીં એ વાત પણ ધ્યાને રાખવી જોઈએ કે, મોદી સરકાર પોતાની પાર્ટી અને સરકારનો પક્ષ રાખવા માટે ઘણી વાર રામવિલાસ પાસવાન પર વિશ્વાસ મુકી ચુક્યા છે. ઘણી વાર તો બિનસત્તાવાર રીતે તેઓ દલિત મુદ્દાને લઈને પણ સરકારનો સંદેશો જનતા સુધી પહોંચાડવામાં પાસવાનની મદદ લેતા નજરે પડ્યા છે.

ભાજપ નેતૃત્વ પણ છેલ્લા કેટલાય સમયથી રામવિલાસ પાસવાનને પોતાના વિશ્વાસુ સહયોગી બતાવી રહ્યા છે અને તેમની પાર્ટી સાથેના સંબંધોમાં ખટાશ લાવવા માગતા નથી. જેની કમાન હવે ચિરાગના હાથમાં છે. ખુદ ચિરાગ પણ મોદીના પ્રિય અને સમર્થક રહ્યા છે. લોકસભામાં જમુઈમાંથી બીજી વાર લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા ચિરાગ એવી જાહેરાત કરી દીધી છે કે, વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી નિતિશ કુમાર વિરુદ્ધ દરેક સીટ પર ઉમેદવારો ઉતારશે. જો કે, ભાજપ વિરુદ્ધ તેમની પાર્ટીના ઉમેદવારો ઉતારશે નહીં.

 83 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર