રાજકોટમાં ગાઢ ધુમ્મસ વચ્ચે જામનગર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

શહેરમાં અકસ્માતના બનાવ યથાવત છે ત્યારે આજે વહેલી સવારે રાજકોટ જામનગર હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મોટર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ થી રાજકોટ હાઇવે તરફ જતા ટ્રક સાથે બે કાર અથડાઈ હતી. જેમાં ઇન્ડિયન ગેસના ટ્રક સાથે એકસાથે બે કાર અથડાતા બે લોકો ઇજાગ્રસ્ત થતા બંને ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જોકે, ટ્રકને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. પરંતુ બંને કારની આગળના ભાગે ભુક્કો બોલાયો હતો. સાથે જ બંને કાર ચાલકોને ઈજા પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છેકે રાજકોટ જામનગર હાઇવે પર નવા 150 ફૂટ રિંગરોડ તરફથી ટ્રક આવતો હતો અને ટ્રકે રાજકોટ જવા તરફના માર્ગ પર વળાંક લીધો હતો. એ દરમિયાન સૌથી પહેલા સફેદ કલરની વેગનાર કાર ટ્રક સાથે અથડાઇ હતી. જોતજોતામાં તેની પાછળ આવી રહેલી ગ્રે કલરની i20 કાર અથડાઈ હતી. ઈન્ડિયન ગેસ કંપનીનો નંબર GJ-10-X-9173 નંબરની ટ્રક વેગનાર કાર નંબર GJ-03-BA-7569 અને i20 કાર નંબર GJ-03-KC-7711 વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર