દિલ્હીના વસંત વિહારમાં ટ્રિપલ મર્ડર, વૃદ્ધ દંપતી અને નોકરાણીનું ગળું કાપી હત્યા

દિલ્હીમાં વધુ એક મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસ ટ્રિપલ મર્ડરનો છે. રવિવાર સવારે સાઉથ વેસ્ટ દિલ્હીમાં એક વૃદ્ધ દંપતી અને નોકરાણીનો શાવ તેમના જ એપાર્ટમેન્ટમાંથી મળતા ચકચાર મચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણેયની હત્યા ગળું કાપીને કરવામાં આવી છે.

આ વાતની જાણ થતા દિલ્હી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેસની વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને દિલ્હીના વસંત વિહાર ગામના વસંત એપાર્ટમેન્ટમાં અંજામ આપવામાં આવ્યો છે. સાઉથ વેસ્ટના ડીસીપી દેવેન્દ્ર આર્યએ જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ આ હત્યા લૂંટના કારણે થઈ હોવાનું લાગી રહ્યું છે. ઘરમાં ઘૂસનારા કોઈ પરિચિત હોઈ શકે છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સૂત્રો મુજબ, આશંકા છે કે વૃદ્ધ દંપતી અને નોકરાણીની હત્યા પાછળ ચોરી કે લૂંટ હોઈ શકે છે. દંપતી નોકરાણીની સાથે અહીં એકલું જ રહેતું હતું. સવારે પાસે રહેતા લાકોએ જ પોલીસને જાણ કરી હતી. લોકોએ જણાવ્યું કે ઘરની બહાર પણ ઘણું લોહી પડ્યું છે અને ઘરની અંદરથી કોઈ જવાબ નથી આપી રહ્યું. પોલીસ હવે ઘરના સામાનની તલાશી લઈ રહી છે. સાથોસાથ દંપતીના પરિવારના સભ્યો સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી