લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, પક્ષમાં પડ્યા 303 વોટ, વિરોધમાં માત્ર 82

લોકસભામાં ગુરૂવારે ત્રિપલ તલાક ખરડો ચર્ચા પછી પાસ થઈ ગયું છે. બિલની તરફેણમાં 303 અને વિરૂદ્ધમાં 82 વોટ પડ્યા. આ બીજી વખત છે જ્યારે ખરડો લોકસભામાંથી પાસ કરવામાં આવ્યો. આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ બિલને મંજૂરી મળી હતી, પરંતુ રાજ્યસભાએ આ બિલને મંજૂરી આપી ન હતી.

આ બિલ ગત લોકસભામાં જ પાસ થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાં આ બિલ પાછુ કરી દેવામાં આવ્યું હતું. 16મી લોકસભાનો કાર્યકાળ ખતમ થયા બાદ મોદી સરકાર કેટલાક ફેરફાર સાથે આ બિલ ફરી લઈને આવ્યું. આ સાથે જ સંસદીય કાર્યમંત્રીએ સત્રને 7 ઓગષ્ટ સુધી વધારવાની માંગ કરી હતી. ત્યારબાદ લોકસભા સ્પીકરની મંજૂરીથી આને 7 ઓગષ્ટ સુધી વધારી દેવામાં આવ્યું છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “ત્રિપલ તલાક કાયદો મહિલાઓ વિરૂદ્ધ છે. શું પતિ જેલમાં રહીને પણ ભથ્થું આપશે. સરકાર આ રીતે મહિલાઓને રસ્તા પર લાવવાનું કામ કરે છે. ઈસ્લામમાં શાદી એક કોન્ટ્રાક્ટની જેમ હોય છે. આ જન્મ જન્મનો સાથે નથી. હું ભલામણ કરું છું કે કાયદો ન બનાવીને મેહરની 500% રકમ પરત કરવાની જોગવાઈ કરવામાં આવે. અમને ઈસ્લામિક દેશો સાથે ન ભેળવો નહીંતર કટ્ટરપંથીઓને પ્રોત્સાહન મળશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે કોંગ્રેસનું કહેવું છે કે આ અંગે કાયદો બનાવતા પહેલા સંબંદ્ધ સમુદાયથી વિચાર કરવો જોઇએ. આ તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સુત્રોએ કહ્યું કે, પાર્ટીએ પોતાના સાંસદોને સદનમાં વિધેયક રજુ કરતા સમયે ઉપસ્થિત રહેવા માટે વ્હિપ ઇશ્યું કરી દીધું છે. ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવવાનાં વિધેયક લાવવામાં સરકારનાં નિર્ણય બાદ કોંગ્રેસનું તેમ કહેતા વિરોધ કર્યો કે તેના માટે સૌથી પહેલા મુસ્લિમ સમુદાય સાથે ચર્ચા કરવી જોઇએ.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી