ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ, PM બોલ્યા – આજનો દિવસ ઐતિહાસિક

ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને જણાવ્યું કે, આ બિલ મહિલા-પુરુષ સમાનતા માટે ઐતિહાસિક ઉપલબ્ધી છે. રાજ્યભામાં આ બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, “એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતિ ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાયો છે. સંસદે ટ્રિપલ તલાક દેશમાંથી નાબૂદ કરી દીધા છે. મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ છે. આ જાતિય ન્યાયનો વિજય છે, જે ભવિષ્યમાં સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત માટે ખુશીનો દિવસ છે.”

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી