ભારે રસાકસી બાદ રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ, વિરોધમાં 84 અને પક્ષમાં 99 વોટ પડ્યા

ભારે રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઇ ગયું છે. આ બિલ પસાર કરવા માટે સદનમાં 4 કલાક ચર્ચા ચાલી હતી. છેવટે વોટિંગ બાદ આ બિલ પાસ કરાવવામાં સરકાર સફળ રહી હતી. બિલ પસાર થવાના સમાચાર મળતાંજ મુસ્લિમ મહિલાઓએ મિઠાઇ વહેંચીને ખુશી જાહેરકરી હતી. અમુક જગ્યાએ ફટાકડાં ફોડીને મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી.

બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા છે. આ પહેલા રાજ્યસભામાં ત્રણ તલાક બિલ ઉપર ચર્ચા પછી સેલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ 100ના મુકાબલે 84થી પડી ગયો હતો. જેથી બિલ પાસ થવાનો રસ્તો આસાન બન્યો હતો.

આ બિલને ગૃહમાં રજુ કરતાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, આ બિલ જાતિગત ન્યાય, ગૌરવ અને સમાનતાની બાબત છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. વર્ષ 2013માં ટ્રિપલ તલાકની પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધિશોએ ચૂકાદો આપ્યો હતો કે, ટ્રિપલ તલાક મરજીપૂર્ણ અને ગેરબંધારણિય છે, જ્યારે એક જજે જણાવ્યું હતું કે, જે કુરાનમાં ખોટું છે તે બંધારણમાં કેવી રીતે સાચું હોઈ શકે છે. આ બાબત ભલે કોઈ એક ધર્મ સંબંધિત હોય, પરંતુ ઉચિત નથી, એટલે સંસદે તેના પર પહેલ કરવી જોઈએ.

ભાજપા સાંસદ ભૂપેન્દ્ર યાદવે બિલનું સમર્થન કરતા કહ્યું હતું કે આ દેશની મહિલાઓની લડાઇ છે, આ કોઈ રાજનીતિક બિલ નથી. મહિલાઓએ પહેલા પોતાની લડાઈ લડી આ પછી કાનુનની જરુરને સમજવામાં આવ્યું હતું. આ માટે તે મહિલાઓ ધન્યવાદને પાત્ર છે. જો મુસ્લિમોમાં નિકાહ કરાર છે તો મહિલાઓના જીવનને અસુરક્ષિત કરવાનો કોઈને હક નથી.

AIADMK સાંસદ નવનીત કૃષ્ણનને બિલને ગેરબંધારણીય ગણાવીને કહ્યું કે, સંસદને આ વિશે કાયદો બનાવવાનો હક નથી. તેમણે કહ્યું કે, તલાકના કારણે પતિને જેલ મોકલવો ખોટી વાત છે અને તે જેલમાં હોય ત્યારે તેની પાસે ભરણ પોષણ માંગવું પણ યોગ્ય નથી. લગ્ન ઈસ્લામમાં સિવિલ કોન્ટ્રાક્ટ છે અને તેને તોડવામાં આવે તો તેને આરોપી જાહેર ન કરી શકાય. આ બિલ કાયદાકીય માળખામાં સેટ થતુ નથી. નવનીત કૃષ્ણનને બિલને સિકેલ્ટ કમિટી પાસે મોકલવાની માંગણી કરી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી