ટ્રક અને કાર અથડાતા અચાનક બંને વાહનો સળગ્યાં, કારમાં સવાર 3 મહિલા જીવતી ભૂંજાઈ

ગોંડલના બિલિયાળા પાટિયા પાસે કાર-ટ્રક વચ્ચે ટક્કર બાદ લાગી આગ

ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માતમાં 3નાં મોત થઈ ગયા. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા અને કારમાં બેઠેલા 3 વ્યક્તિઓ આગમાં ભડથું થયા હતા.વાહનોમાં લાગેલી આગ બાદ ફાયરની ટીમ પહોચી હતી અને હવે પોલીસે ઘટનાની આગળ તપાસ શરૂ કરી છે.
 
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં કાર અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના મૃત્યું થયા છે. ટ્રક અને કાર સામ-સામે ભટકાતા સળગી ઉઠ્યા હતા. 
 
આ અકસ્માત સર્જાતા નજીકના લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ અને ફાયર  બ્રિગેડની ટીમને આ અંગે જાણ કરી હ તી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. 

 60 ,  1