કચ્છ: ટ્રક-છકડા-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10નાં મોત

આજે બપોરે માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 5થી વધારે લોકોને ઈજા પહોંચી હતી.

અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. ધાયલોને ભુજની અદાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે વાહનોની લાઈનો લાગી હતી. ઘટનાની જાણ થતાં માનકુવાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

અકસ્માત થયો તે સમયે છકડામાં 13 મુસાફરો તો બાઈક પર 3 મુસાફરો સવાર હતા. તો ઘાયલોને તાત્કાલિક સારવાર પહોંચાડવામાં આવી હતી. આ અકસ્માત નજરે જોનારાઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, તો ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનચાલકો ધીમી ગતિએ વાહન આગળ વધારવું પડ્યું હતું.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી