બિહારનાં જમુઈમાં અંતિમ સંસ્કારથી પરત ફરી રહેલ કાર સાથે ટ્રકની ટક્કર

છ લોકોના કરૂણ મોત, 4 ગંભીરપણે ઈજાગ્રસ્ત

બિહારનાં જમુઈમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જમુઈમાં અંતિમ સંસ્કારથી પરત ફરી રહેલ કાર સાથે ટ્રકની ટક્કરે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મંગળવારની સવારમાં બિહારમાંથી અમંગલ સમાચાર આવી રહ્યા છે. જમુઈ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે જેમા સિકંદરાની નજીક એક ટ્રક અને સુમો વિક્ટા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમા કારમાં સવાર છ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી મળતા જ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને ઘાયલોનાં ઈલાજનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર સિકંદરાનાં મુખ્ય રસ્તા પર પીપરા ગામની નજીક આ ગમખ્વાર અકસ્માત થયો જેમા સામે આવ્યું છે કે બધા જ લોકો અંતિમ સંસ્કાર માટે ખેરાથી પટણા ગયા હતા અને પરત ફરતી વખતે જ કાળનો કોળિયો બની ગયા હતા.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી