ઈડર માર્કેટયાર્ડના ગેટ આગળ ટ્રક ચાલકનું મોત..

માર્કેટયાર્ડના ગેટમાં ગળું ફસાતા ટ્રક ચાલકનું થયું મોત..

રોજબરોજ આપણા જીવનમાં અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે .આ ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે .આજે આવી જ એક ગંભીર ઘટના બની હતી .જેમાં એક ટ્રક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો .

ઘટનાની વિગતોમાં, સાબરકાંઠાના ઇડર માર્કેટયાર્ડમાં આજે ગંભીર ઘટના સર્જાઈ હતી .જેમાં ટ્રક ઈડરના માર્કેટયાર્ડમાંથી પસાર થતી વખતે ટ્રક ચાલકે પોતાનું મોઢું બહાર કાઢી જોવા જતા ગેટમાં ગળું ફસાઈ જતા ટ્રક ચાલકનું મોત થયું હતું .આ ઘટના સર્જાતા તુરંત જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા .અને તરત જ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી .

હાલ તો પોલીસ દ્વારા ઘટનાની સમગ્ર તપાસ કરાઈ રહી છે .

 56 ,  1