અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, બાઇક પર સવાર બે બાળકો સહિત પિતાનું મોત

શહેરના વિઝોલ સર્કલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં પિતા અને બે પુત્રોના મોત નીપજયાં છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે તાત્કાલિક ટ્રકચાલકની અટકાયત કરી લીધી છે.

અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના ફરાર થયો હતો. પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે બે બાળકો અને પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એક સાથે પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું હતું.

ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.આઈ એ.બી.નાગોરીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં પિતા-પુત્રના મોત થયા છે. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પીસીઆર વાને ટ્રકનંબરના આધારે તેનો પીછો કરી કમોડ સર્કલ પાસેથી ટ્રકચાલકને ઝડપી લીધો હતો. મૃતક વટવામાં રહે છે.

 19 ,  1