હરિયાણામાં આંદોલન કરી રહેલી ખેડૂત મહિલાઓ પર ટ્રક ફરી વળ્યો, 3ના મોત

ટ્રકે આંદોલનકારી મહિલા ખેડૂતને કચડી

હરિયાણાના બહાદુરગઢમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. એક ઝડપી ટ્રકે મહિલા ખેડૂત પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા જેના કારણે ત્રણ વૃદ્ધ મહિલાઓના મોત નીપજ્યા હતા અને ત્રણની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માત સવારે 6.30 વાગ્યાની આસપાસ ઝજ્જર રોડ પર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ મહિલાઓ ડિવાઈડર પર બેઠી હતી, ત્યારે એક ઝડપી ટ્રક તેમની ઉપર આવી ચડ્યો હતો. જેના કારણે બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ત્રણ મહિલાઓની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે.

આ મહિલાઓ ખેડૂત આંદોલનમાં સામેલ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણ મહિલાઓ પંજાબના માનસા જિલ્લાની રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વહેલી સવારે મહિલાઓ ઘરે જવા માટે ઓટોની રાહ જોઈને ડિવાઈડર પર બેઠી હતી. ત્યારે ઝજ્જર રોડ પરના ફ્લાયઓવર નીચે એક ઝડપી ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માતને પગલે વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી