September 25, 2020
September 25, 2020

ટ્રમ્પ પણ મોદીની રાહ પર..! ચીની એપ TikTok પર પ્રતિબંધ, કહ્યું – સુરક્ષા માટે ખતરો..

 રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટિકટૉકને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો..

ભારત બાદ અમેરિકાએ પણ ચીની એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે. દેશની સુરક્ષા માટે મોટો ખતરો હોવાનો દાવો કરી ટિકટોકના ઉપયોગ પર રોક લગાવવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ, અમેરિકા ટિકટૉક ચલાવનારી કંપની બાઇટ ડાન્સની સાથે આગામી 45 દિવસ સુધી કોઈ કારોબાર નહીં કરે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ટિકટૉક યૂઝર્સના ડેટા ચીનની સરકારને આપે છે. નોંધનીય છે કે, ભારતે પણ ગત મહિને ટિકટૉક પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

કોરોનાના પ્રકોપ બાદથી જ ટ્રમ્પ ચીનથી ખૂબ જ નારાજ રહેતા હતા. તેઓએ જાહેરમાં અનેકવાર ચીન પર કોરોના ફેલાવાવનો આરોપ લગાવ્યો છે. એક સપ્તાહ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટૉક પર પ્રતિબંધ મૂકવાના સંકેત આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેઓ અનેક વિકલ્પો અંગે પણ વિચાર કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું જો આ અમેરિકન કંપનીને વેચવામાં નહીં આવે તો 15 સપ્ટેમ્બર સુધી આને અમેરિકામાં બેન કરી દેવામાં આવશે. ટ્રમ્પે એ પણ કહ્યું કે જો કોઇ વેચાણ થાય છે તો તેનો ભાગ અમેરિકન ટેક્સપેયર્સને પણ મળવો જોઇએ.

વળી, અમેરિકન સેનેટે સર્વસંમતિથી સંધીય કર્મચારીઓને સરકારની તરફથી આપવામાં આવેલા ડિવાઇસમાં TikTok યૂઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ તે વિધેયકને મંજૂરી મળ્યા બાદ લગાવવામાં આવ્યો છે, જેના પર ગુરુવારે સેનેટમાં વૉટિંગ કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસે TikTok એપને સુરક્ષાથી ખતરો બતાવ્યો છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર