ટ્રમ્પે કોરિયાઈ સરહદના અસૈન્ય ક્ષેત્રમાં કિમ સાથે કરી મુલાકાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરિયાઈ દ્વીપના અસૈન્ય ક્ષેત્ર (ડીમિલિટ્રાઈઝ્ડ ઝોન, ડીએમઝેડ)માં રવિવારે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં ટ્રમ્પે અહીં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે પણ મુલાકાત કરી હતી.

ટ્રમ્પની મુલાકાત ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે કોઈ પણ પ્રકારના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વગર થઈ. આ અવસરે બંને નેતા એકબીજાને હાથ મિલાવતા જોવા મળ્યા. એટલું જ નહીં, આ અવસર પર નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનની મુલાકાત સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાઈ ઈન સાથે પણ થઈ.

આ પહેલાં ટ્રમ્પે જી-20 સમિટમાં કિમને મળવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયા સાથે અમેરિકાના સંબંધ સારા થયા છે. ગત એક વર્ષમાં બંને નેતાઓની આ ત્રીજી મુલાકાત છે. આ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે પહેલી ત્રિપક્ષીય બેઠક પણ છે.

મૂને કહ્યું હતું કે જો ટ્રમ્પ અને કિમ એક બીજાને મળે છે તો તે પણ અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે અસૈન્ય ક્ષેત્રની યાત્રાએ જશે. આ ઐતિહાસિક ઘટના હશે. કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગત કેટલાંક મહિનાઓથી કિમ અને ટ્રમ્પની વચ્ચે વાતચીતના અનેક પ્રયાસ થયા છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી