ભાજપના માજી મેયર – ચૂંટણીની તારીખ ભાજપ સંગઠન નક્કી કરે છે
અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ ફરી ચર્ચામાં આવે છે. તેમણે એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે ચૂંટણીપંચ પર સવાલો થયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપની મીડિયા સેલની મીટીંગ યોજાઈ હતી જેમાં અમદાવાના પૂર્વ મેયર બીજલ બેન પટેલે ભાંગરો વાટ્યો હતો. ભાજપની અમદાવાદ મીડિયા સેલની મીટિંગ યોજાઈ હતી જેમાં પત્રકારો સાથેની વાતચીતમાં બીજલ પટેલે વિવાદિત નિવેદન આપ્યુું હતું.
ભાજપના અમદાવાદ મીડિયા સેલની સોમવારે બેઠક હતી. આ બેઠક પૂરી થયા પછી પૂર્વ મેયર બીજલ પટેલે કહ્યું હતું કે ચૂંટણીની તારીખ તો ભાજપનું સંગઠન નક્કી કરે છે, એટલે એનો અર્થ એ થયો કે તારીખ ચૂંટણીપંચ નક્કી કરતું નથી. પૂર્વ મેયરે કહ્યું હતું કે મીડિયા સેલમાં આવવાથી એવું માની ન લેવું કે આપણી કોર્પોરેટર તરીકેની ટિકિટની દાવેદારી જશે. તેમના આવા નિવેદનથી ભાજપમાં એવી વાતે જોર પકડ્યું કે બહેને આવું કહીને તેમની દાવેદારી પાક્કી કરી નાખી.
વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતાં પૂર્વ મેયર બીજલ પટેલે વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ચૂંટણીપંચ ચૂંટણી ક્યારે કરવી, કઇ તારીખે મતગણતરી થશે સહિતની બાબતો નક્કી કરતું હોય છે, પણ પૂર્વ મેયરે ચૂંટણી તો ભાજપનું સંગઠન નક્કી કરે તેમ કહેતાં હાજર સૌકોઇ આશ્ચર્યચક્તિ થયા હતા. ભાજપના નેતાઓએ મેયરના નિવેદનને સુધારવા મથામણ કરી હતી.
65 , 1