દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં સુનામીનો ખતરો

ભૂકંપથી જાનમાલના નકસાનના હજુ સુધી કોઈ અહેવાલ મળ્યા નથી

પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર કહેવાતા ક્ષેત્રમાં આવેલા ન્યૂઝીલેન્ડે ભૂકંપ આવ્યા બાદ સુનામીની ચેતવણીને જોતાં પોતાની બધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. દરિયાની આસપાસ રહેતા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે.

યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર ન્યૂ કેલેડોનિયામાં વાઓના લગભગ 415 કિમી પૂર્વમાં સ્થિત હતું. પ્રશાંત સુનામી ચેતવણી એજન્સીએ કહ્યું કે, આગામી ત્રણ કલાકની અંદર આ ભૂકંપથી ખતરનાક સુનામી આવવાની શક્યતા છે. કેન્દ્રએ કહ્યું કે, મોજાઓની ઉંચાઈ 0.3થી લઈને 1 મીટરની વચ્ચે હોઈ શકે છે.

ફિજી, ન્યૂઝીલેન્ડ અને વાનુઅતુના કેટલાક કિનારા પર સુનામીની શક્યતા છે. ઓસ્ટ્રેલિયા, કુક આઈસલેન્ડ્સ અને અમેરિકન સમોઆ સહિત અન્ય દેશોમાં ઓછી ઉંચાઈના મોજાની શક્યતા છે. આ ભૂકંપથી જાનમાલના નકસાનના હજુ સુધી કોઈ અહેવાલ મળ્યા નથી.

 106 ,  1