કોંગ્રેસને આપ્યો ઝટકો ,જિતિન પ્રસાદે અપનાવ્યું “કમળ “…

તેમના પિતા જિતેન્દ્ર પ્રસાદ સોનિયા ગાંધી વિરૂદ્ધ લડયા હતા ચૂંટણી..

રાજકારણમાં અવારનવાર પરિવર્તનો જોવા મળે છે .સત્તા માટે પક્ષ પલટાઓ થતા જ રહેતા હોય છે .છેલ્લા કેટલાક સમયથી આવા જ મોટા પરિવર્તનો એક પાર્ટીમાં જોવા મળે છે .વાત કરીએ છીએ કોંગ્રેસ પાર્ટીની …

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના નેતાઓ પાર્ટી બદલીને ભાજપમાં જોડાઈ રહ્યા છે .આજે ફરી એકવાર એક નામી નેતાએ આવું કર્યું છે .કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદ આજે ભાજપમાં સામેલ થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ ,ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સીનિયર નેતાઓમાંથી એક જિતિન પ્રસાદનું ભાજપમાં સામેલ થવુ પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પ્રમાણે મહત્વનું સાબિત થઈ શકે છે. પરંતુ જિતિન પ્રસાદને બળવાખોરી વારસામાં મળી છે. હકીકતમાં જિતિન પ્રસાદના પિતા જિતેન્દ્ર પ્રસાદ પણ વર્ષ 2000માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણીમાં સોનિયા ગાંધી વિરૂદ્ધ લડ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા અને થોડા સમય બાદ તેમનું નિધન થઈ ગયું હતું.

જાણકારી મુજબ ,રાહુલ ગાંધીના નજીકના ગણાતા જિતિન પ્રસાદ કોંગ્રેસમાંથી બે વખત સાંસદ રહી ચુક્યા છે. પરંતુ તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડવાના હતા. જાણવા મળ્યુ હતું કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હોવા છતાં જિતિન પાર્ટી નેતૃત્વથી ખુશ નહોતા. ઉત્તર પ્રદેશમાં પાછલી વિધાનસભા ચૂંટણી સમયે પ્રદેશ અધ્યક્ષ માટે જિતિન પ્રસાદને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં હતા, પરંતુ તે સમયે રાજ બબ્બરને આ જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદથી પણ પ્રસાદ પાર્ટી નેતૃત્વથી નારાજ હતા.

ઉલ્લેખનીય છે કે ,જિતિનના પિતા જિતેન્દ્ર પ્રસાદ તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને નરસિમ્હા રાવના સલાહકાર પણ રહી ચુક્યા છે. જિતિન પ્રસાદને સચિન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કોંગ્રેસ સાથે જોડાયેલા પરિવારનો વારસો સંભાળનારા યુવા નેતા માનવામાં આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ જિતિન પ્રસાદ પણ ભાજપમાં આવતા કોંગ્રેસ માટે એક મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર