નવા વર્ષે મોટી દુર્ઘટના : માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થતાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત

PM મોદીએ દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનોને 10 લાખ વળતરની જાહેરાત

વર્ષ 2022ની શરૂઆતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના થઈ છે. નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. આ સિવાય 15 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. તમામની કટરા અને કકરાયલ નારાયણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ માતા વૈષ્ણો દેવીની યાત્રા હાલ પુરતી રોકી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે માતા વૈષ્ણોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન નાસભાગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સૌથી પહેલા 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. આ પછી ધીરે ધીરે આ આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. બચાવ કાર્ય ચાલુ છે. હજુ સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોની સારવાર માટે 2 લાખ રૂપિયા આપવામાં આવશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય જી સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી