September 21, 2020
September 21, 2020

ટ્વિટરએ પણ માન્યું- હેક થયું PM મોદીની વેબસાઇટનું એકાઉન્ટ, તપાસ શરૂ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ એક થઈ ગયું હતું. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી હતી. જોકે બાદમાં તરત જ ટ્વીટ્સ ડિલીટ કરી દેવાયામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટને થોડા સમય માટે હૅક કરી દેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે લિંક હતું. તેમની આ વેબસાઇટ પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે.

વડા પ્રધાનની વ્યક્તિગત વેબસાઇટના ટ્વિટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલી ટ્વીટ કરી. ટ્વિટર એકાઉન્ટ પર લખેલા સંદેશમાં હું તમને લોકોને અપીલ કરું છું કે કોવિડ -19 માટે પીએમ મોદી રાહત ફંડમાં દાન કરો.

બીજી એક ટ્વિટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિક ([email protected]) દ્વારા હેક કરવામાં આવ્યું છે. અમે પેટીએમ મોલને હેક નથી કર્યો. જો કે હવે આ બોગસ ટ્વીટ ડિલીટ નાખવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત વેબસાઇટના વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે.

હેકર ગ્રૂપનું નામ જ્હોન વિક છે. 30 ઑગસ્ટના રોજ સાઇબર સિક્યોરિટી ફર્મ સાઇબલે દાવો કર્યો હતો કે જૉન વિક ગ્રૂપનું પેટીએમ મોલના ડેટા ચોરીમાં હાથ હતો. પેટીએમ મોલમાંથી ડેટા ચોરીમાં જોન વિક ગ્રૂપનો હાથ હતો. પેટીએમ મોલ યુનિકોર્ન પેટીએમની ઇ-કોમર્સ કંપની છે. સાઇબલે દાવો કર્યો હતો કે આ હેકર ગ્રૂપે ખંડણીની માંગણી કરી હતી. જોકે પીટીએમએ કહ્યું કે તપાસ દરમ્યાન સેંધમારી જેવી કોઇ ઘટના નહોતી.

જુલાઈ મહિનામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં વોરેન બફેટ, જેફ બેઝોસ, બરાક ઓબામા, જૉ બિડેન, બિલ ગેટ્સ અને એલોન મસ્ક સહિત અનેક મોટી હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટમાં ચેડાં કરવામાં આવી હતી. આ લોકો ક્રિપ્ટો કરન્સીથી સંબંધિત ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર