વિડીયો ટ્વિટ કરવા મામલે જીજ્ઞેશ મેવાણીને HCનો આદેશ, સોંગદનામું રજૂ કરશે

બાળકને માર મારવાનો વિડીયો ટ્વિટ કરવા મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગોતરા જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મેવાણીએ આવતીકાલે સોગંદનામું રજૂ કરવા તૈયારી દર્શાવી હતી. તેમજ હાઈકોર્ટે વચગાળાની રાહત જાળવી રાખી હતી.

જસ્ટીસ વીએમ પંચોલીએ મહત્વનું અવલોકન કરતા કહ્યું કે સામાન્ય માણસ કોઈ વસ્તુ શેયર કરે અને ભુલ ત્યારે સમજાય છે પરતું જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય હોવાથી કોઈપણ વસ્તુ જાહેરમાં શેયર કરતા પહેલાં ચકાસણી કરાવાની જરૂરિયાત છે.

જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આરએમવીએમ શાળાના આચાર્ય બિજલકુમારી ઈશ્વરલાલ પટેલે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં વલસાડની આરએમવીએમ શાળાને બદનામ કરાતા ટ્વિટ કરનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઇ હતી.

જીજ્ઞેશથી વીડિયો શેયર કરતા ભુલ થઈ એવો સોંગદનામું રજુ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. જીજ્ઞેશ મેવાણી વતી વકીલ આનંદ યાજ્ઞિક અને ઉત્કર્ષ દવે દલીલ કરી હતી કે જીજ્ઞેશ દ્વારા શેયર કારાયા બાદ ભુલની જાણ થતાં વિવાદાસ્પદ ટ્વિટ ડિલિટ કરી આ અંગે સપષ્ટતા પણ આપી હતી. 21મી સદીમાં ખરેખર બદનકક્ષી શું છે તેને સમજવાની જરૂર છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી