ટ્વીટરે પંગાગર્લ કંગનાને કહ્યું- મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…!

બંગાળની હિંસામાં કંગનાનું ટ્વીટર એકાઉન્ટ હેક નહીં પણ હોમાઇ ગયું…

મોદીજી જે ઇમેજમાંથી માંડ માંડ બહાર આવ્યાં એ ઇમેજ કંગના ઇચ્છે છે..?

એક ટ્વીટમાં મોદીને બિનજરૂરી રીતે ઢસડતાં છેવટે કંગના ટ્વીટરમુક્ત બની ગઇ…!

ટ્વીટરમુક્તમાં કંગનાબુન અને ટ્રમ્પભાઇ એક સમાન બન્યા..

કંગનાને રાજકીય રીતે પરિક્વ થવાની જરૂર છે..બાવળી..બને ના ચાલે..

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

ક્યારેક ક્યારેક અતિ ઉત્સાહ કે અતિ ક્રોધ માણસ માટે નુકશાનરૂપ બની શકે છે. બોલિવુડની એક ફિલ્મમાં મૈં તો બાવળી હો ગઇ…ગીત ગાનાર અને છેલ્લાં કેટલાક સમયથી વિવાદોમાં રહેનાર પંગાગર્લ કંગના રનૌતે પ.બંગાળમાં ભાજપને સત્તા ના મળી એનો વસવસો અને ચૂંટણી પરિણામ બાદ ભાજપના કાર્યકરો ખાસ કરીને મહિલાઓ પરના હુમલાઓના દ્રશ્યો જોઇને ગુસ્સામાં આવીને ટીએમસીના સુપ્રિમો મમતાદીદીની સામે એક પછી એક એવા ટ્વીટ કર્યા કે એક ટ્વીટમાં તેમણે જાણે-અજાણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બિનજરૂરી રીતે ઢસડતાં છેવટે કંગના ટ્વીટરમુક્ત બની ગઇ…!

તેની આડ અસર એ થઇ કે તેની સાથે ફેશન ડિઝાઇનર તરીકે કામ કરનાર બે ડિઝાઇનરોએ આનંદ ભૂષણ અને રિમઝિમ દાદુએ કંગનાની હેટ સ્પીચના વિરોધમાં કંગનાથી અલગ થવાની જાહેરાત કરી છે. કંગના નહીં તો કોઇ ઓર…સહી..ફેશન ડિઝાઇનરો માટે મોડેલની ક્યાં ખોટ છે…પણ ખાટલે મોટી ખોટ એ થઇ કે કંગનાએ વડાપ્રધાનને વચ્ચે લાવતાં ભાજપના નેતાઓ પણ કદાજ તેમનાથી નારાજ થયા હશે.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા 2 દિવસથી પશ્ચિમ બંગાળની ચૂંટણીના મુદ્દે જે નિવેદન આપી રહી હતી તેના કારણે તે ચર્ચામાં રહી.. કંગનાએ છેલ્લા 2 દિવસમાં ઘણી એવી ટ્વિટ્સ કરી છે જેને ખૂબ જ ‘આપત્તિજનક’ જણાવવામાં આવી રહી હતી. છેવટે કંગનાનું ટ્વિટર એકાઉન્ટ હંમેશાં માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, ટ્રમ્પબાબાની જેમ…યાદ છે ને ડોનાલ્ડ ટ્રમ્પ…? . અમેરિકામા ટ્રમ્પબાબા હારી ગયા બાદ ત્યાંના સંસદ પર જે રીતે તેમના ટેકેદારોએ હુમલો કર્યો અને ટ્રમ્પબાબાએ જે ટ્વીટ કર્યા તે જોઇને ટ્વીટરે તેમનું એકાઉન્ટ પણ કંગનાબુનની જેમ કાયમ માટે રદ્દ કરી દેવાયું. એક રીતે કંગનાબુન ટ્રમ્પભાઇની હરોળમાં આવી ગયા..!

કંગનાએ આમ તો સત્તાવાર રીતે ભાજપમો ખેસ ધારણ કર્યો નથી. પણ તેઓ મન-કર્મ-વચનથી ભાજપની સાથે જોડાયેલી હોવાનું પ્રતિપાદિત થયું છે. પરિણામે, બંગાળમાં ભાજપની હાર જાણીને કંગના સતત ટ્વિટ્સ કરી રહી હતી. કંગનાની કેટલીક ટ્વિટ્સને ટ્વિટર યૂઝર્સે ખૂબ જ આપત્તિજનક અને હિંસાને પ્રોત્સાહન આપનારી જણાવી.. ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતા પહેલા પણ કંગનાએ એક આપત્તિજનક ટ્વિટ કરી હતી કે જેમાં તેણે નામ લીધા વિના મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું. ઘણાં લોકોએ કંગનાની ટ્વિટને રિપોર્ટ કરી હતી ત્યારબાદ એક્શન લેતા અમેરિકન કંપની ટ્વિટર એ કંગનાનું અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું. ટ્વિટરે પોતાના ઓફિશિયલ નિવેદનમાં કહ્યું કે કંગના સતત તેની હેટફુલ કંડક્ટ પોલિસીનું ઉલ્લંઘન કરી રહી હતી. માટે હવે કંગનાનું ટ્વિટર અકાઉન્ટ હંમેશાં માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે….

ભાજપતરફી કંગનાની એક ટ્વીટ જો કે ભાજપને ના ગમી. અને ન જ ગમે. કેમ કે મોદી પોતાના એ ખરડાયેલી ઇમેજમાંથી માંડ માંડ બહાર આવીને વડાપ્રધાનપદ સુધી પહોંચ્યા હોય ત્યારે તેમને ફરીથી એવા બનવાની અપીલ બાવળી બનેલી કંગના ટ્વીટના માધ્યમથી કરી….કંગનાએ એક ટ્વિટ કરી કે જેમાં તેણે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ થયેલી હિંસા માટે નરેન્દ્ર મોદીને વર્ષ 2000…ના વિરાટરૂપમાં આવવા માટેની અપીલ કરી હતી…! . ટ્વિટર યૂઝર્સે તેને ગુજરાતના ગોધરા રમખાણ સાથે જોડતા કંગનાની ટ્વિટને હિંસા ફેલાવનારી જણાવી. દેખીતી રીતે જ ભાજપને પણ આ ન જ ગમે. પણ કંગનાએ ટેમસીની ગુડાગીરીથી રોષે ભરાઇને અતિ ઉતેસાહમાં આવી ગઇ અને વડાપ્રધાનને તેમનું 2000નું વિરાટરૂપ બતાવવાની ટ્વીટરી ચેષ્ટા અંતે કંગનાને ભારે પડી છે.

AppleMark

અગાઉ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ તેની બહેન રંગોલી ચંદેલ સંભાળતી હતી. તે એકાઉન્ટથી પણ ઘણી આપત્તિજનક ટ્વિટ કરવામાં આવી હતી ત્યારબાદ તે સસ્પેન્ડ કરાયું હતું. ત્યારબાદ @KanganaTeam નામથી નવું એકાઉન્ટ તૈયાર કરાયું જે કંગનાએ ગત વર્ષથી પોતાના હાથમાં લીધું હતું. અને છેવટે એ પણ હાથમાંથી સરકી ગયું.. પણ હાર માને તો કંગના એનુ નામ નહીં…

કંગના રનૌતે આ પોતાની પ્રતિક્રિયા આપી- તેની પાસે અન્ય સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પણ છે જ્યાં તે પોતાનો મત આપી શકે છે, ટ્વિટરે હંમેશાની જેમ આ વખતે પણ સાબિત કરી દીધું કે તે જન્મથી અમેરિકન છે. તેને લાગે છે કે એક સફેદ વ્યક્તિ, ભારતમાં રહેતા (બ્લેક પર્સન)ને ગુલામ બનાવવાનો હકદાર છે. તે તેમને જણાવે છે કે તમારે શું બોલવું જોઈએ, શું વિચારવું જોઈએ અને શું કરવું જોઈએ? મારી પાસે અન્ય પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ કરીને હું મારો અવાજ ઉઠાવી શકું છું.

અન્ય લોકોની જેમ કંગના પાસે પણ આજના સોશ્યલ મિડિયામાં અન્ય પ્લેટફોર્મ છે જ. પણ તેણે ધ્યાન રાખવુ પડશે કે મમતાદીદી સામે વિરોધમાં કે રાહુલ-પ્રિંયકાને જવાબ આપવામાં મોદીને અકારણ-સકારણ વચ્ચે લાવશે તો શક્ય છે કે કંગનાના ભાજપમાંથી વળતાં પાણી થઇ જાય તો કહ નહીં સકતે..કેમ કે મોદીએ ગોધરાકાંડમાં કોંગ્રેસના આરોપમાંથી બચવા અનેક પ્રયાસો કર્યા અને ગુજરાતના લોકો પણ એ તોફાનોને ભૂલી ગયા હોય ત્યારે શિમલાવાસી કંગના મોદીજીને એમ કહે કે તમે ટીએમસીનો જવાબ આપવા તમારૂ 2000..નું વિરાટ રૂપ બતાવો…તો એ ભાજપ અને મોદી કઇ રીતે પસંદ કરે ભલા…?

કંગનાબુન, તમે ખરેખર બાવળી.. થઇ ગયા છો.પરિણામ બાદ બંગાળની હિંસાનો જવાબ આપવા માટે ભાજપ પ્રમુખ નડ્ડા અને આખી કેન્દ્ર સરકાર મોજૂદ છે. ખુદ વડાપ્રધાને બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કરીને કાયદો-વ્યવસ્થા અંગે જાણકારી મેળવીને કોઇ નિર્દોષની હત્યા ના થાય તેનું ધ્યાન રાખવા સલાહ આપી હોય ત્યારે કંગના તેરા યે ફૂદકના…ટ્વીટર પર ચિડિયા કી તરહ ચીં…ચીં… કરના…કોનો અચ્છા નાહીં..! બી મેચ્યોર ઇન પોલીટીક્સ…રાજકારણમાં પરિપક્વ થાવ..આ લાઇટ….કેમેરા…એકશન…નથી…મોદીજીને તો વચ્ચે લાવવાનું છોડી જ દેજે..હોં કે..લે શિમલામિર્ચી ખાઇ લે..!!

 47 ,  1