ટ્વીટરની અવળચંડાઈ: ભારતના નક્શા સાથે કરી છેડછાડ!

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ બતાવ્યા

ટ્વીટર અને કેન્દ્ર સરકાર વચ્ચે હાલ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ટ્વીટરે ભારતના નક્શા સાથે છેડછાડ કરતા તણાવ વધુ વધી શકે છે.

સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ દાવા કર્યો છે કે, ટ્વીટરે પોતાની વેબસાઈટ પર ભારતના નક્શાને બતાવ્યો છે તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને શામુલ કર્યા નથી જેને પગલે આરોપ છે કે, ટ્વીટરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ દેશ ગણાવ્યા છે.

ટ્વીટરના કરીયર પેજમાં ટ્વીટ લાઈફ સેકશનમાં વર્લ્ડ મેપ છે જ્યાંથી કંપની દર્શાવે છે કે વિશ્વભરમાં ટ્વીટરની ટીમ છે. આ મેપમાં ભારત પણ છે પંરતુ ઈન્ડિયાના નક્શાને વિવાદિત રીતે બતાવામાં આવ્યો છે. આ અગાઉ પણ લદ્દાખને ભારતો હિસ્સો ગણાવ્યો નથી. જોકે બાદમાં યોગ્ય કરી દીઘું છે.

બીજી બાજુ આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કહ્યું કે, ટ્વીટર ભારતને લઈને બેવડી નિતી રાખી રહ્યું છે. જેને પગલે ફરી એખ વાર વિવાદ વધી શકે છે.

 54 ,  1