ભારત સામે પાકિસ્તાન હારતા વીણાએ સાનિયાને લીધી આડે હાથ

ICC વિશ્વ કપ 2019માં 16 જુને મેન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું. ભારત સામે હાર્યાં બાદ પાકિસ્તાનના ચાહકો નારાજ થયા હતા. તેવામાં જ એક  વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો હતો જેમાં મેચ પહેલા એટલે કે ૧૫ જુને  મોડી રાત્રે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને પત્ની સાનિયા મિર્ઝા પાકિસ્તાની ટીમનાં અન્ય ખેલાડી સાથે શિશા કાફેમાં ડિનર લેવા ગયા હતા. જ્યાં તેમને હુક્કા પાર્ટી પણ કરી હતી.  આ વીડિયો જોતા ચાહકોએ ટ્વિટર પર સાનિયા મિર્ઝાને આડે હાથ લીધી હતી. તેમજ વીણા મલિકે પણ આ મુદ્દે સાનિયા પર સવાલો કર્યા હતા.

વીણાએ ટ્વટિર કરી હતી કે, ‘સાનિયા હું આપનાં બાળકને લઇને ચિંતિત છું. આપ લોકો બાળકની સાથે શીશા પેલેસમાં હતા શું આ ખતરનાક નથી? જ્યાં સુધી મને માલૂમ છે આર્ચી જંક ફૂડ માટે જાણીતુ છે. અને આ એથલિટ ટીમ પાકિસ્તાન માટે યોગ્ય નથી. શું આપને તે નથી ખબર કે આપ એક મા છો અને સાથે જ એક એથ્લીટ પણ’

વીણાની આ ટ્વિટ પર સાનિયાએ જવાબ આપ્યો કે, ‘વીણા હું મારા બાળકને શીશા પેલેસમાં લઇને નહોતી ગઇ. આ બધા મુદ્દે આપે કે દુનિયાએ ચિંતા ન કરવી જોઇએ. હું મારા બાળકનું ધ્યાન કોઇનાંથી ઓછું નથી રાખતી. બીજી વાત પાકિસ્તાની ક્રિકેટ ટીમની “ન તો હું ડાયેટિશિયન છુ, ન તો તેમની માતા, પ્રિન્સિપલ કે શિક્ષક.’

સાનિયાનાં આ જવાબમાં વીણાએ ફરી એક ટ્વિટ કરીને કહ્યું કે , ‘આ જાણીને સારુ લાગ્યું કે બાળક આપની સાથે ન હતો. અને શું મે એમ કહ્યું કે, આપ પાકિસ્તાની ટીમની ડાયેટિશિયલન કે મા છો? મે કહ્યું કે, આપ એક એથ્લીટ છો અને આપને માલૂમ હોવું જોઇએ કે ફિટનેસ કેટલું મહત્વનું છે. અને શું આપ એક ક્રિકેટરની પત્ની નથી? આપને તેમની હેલ્થની પણ ચિંતા કરવી જોઇએ. શું હું ખોટું કહી રહી છું ?’

સાનિયાએ આ બાદ વીણા માટે ટ્વિટ લખ્યુ પણ બાદમાં ડિલીટ કરી દીધુ. પણ ત્યાં સુધીમાં તે લોકોનાં ફોનમાં સેવ થઇ ગયુ હતું. વીણાએ આ ટ્વીટનાં સ્ક્રિન શોટ શેર કરતાં લખ્યુ કે, થોડી હિંમત બતાવો અને પોતાની ટ્વટિ્સને ડિલીટ ન કરો.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી