જામનગર યૌન શોષણ મામલે બે આરોપીઓની ધરપકડ

આરોપીઓ શારીરિક સંબંધો બાંધવા યુવતીઓને ધમકાવતા

રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણના મામલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારની ફરિયાદને ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. સરકારે કેટલીક યુવતીઓના નિવેદન બાદ આ મામલે સ્થાનિક કક્ષાએ કમિટીની રચના પણ કરી હતી. કમિટી દ્વારા ૮ યુવતીઓ સહિતના લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. કમિટીની તપાસ બાદ ગત સાંજે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.  

કોવિડ હોસ્પિટલના HR મેનેજર એલ.બી. પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે આઈપીસી 354 (ક), 114 અને 506(2) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓે સકંજામાં લઈ કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા એટેન્ડન્ટની ફરિયાદને આધારે એલ.બી. પ્રજાપતિ અને અકબરલીને ડિટેન કર્યા હતા. ફરિયાદમાં આ બે લોકોના નામ સામે આવ્યા છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

એચ.આર મેનેજર એલ.બી. પ્રજાપતિ અને અકબર અલી દ્વારા યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરી ફોટા પાડવામાં આવતા હતા અને એ ફોટાઓના આધારે મહિલાઓને બ્લેકમેઇલ કરી શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરાતી હતી.

પોલીસ તપાસ મુજબ, હજુ પણ બે-ત્રણ લોકોનાં નામ સામે આવી શકે છે. મહિલાઓ શારીરિક સંબંધો બાંધવા તૈયાર ન થાય તો નોકરી પરથી બરતરફ કરી ફોટાઓ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યાર બાદ આખરે યૌનશોષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને અટક કરવામાં આવી છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 23 ,  1