ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના મોત, ફાંસો લગાવી આપઘાત કરી લીધો હોવાની ચર્ચા

ચોરીના આરોપમાં શંકાસ્પદ બે આરોપીઓને પૂછપરછ માટે લાવ્યા હતા મથકે

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના 2 આરોપીઓએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ચીખલી પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી ગુનામાં શંકાને આધારે પૂછપરછ માટે લાવવામાં આવેલા બે શંકસ્પદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના અને વઘઇ તાલુકાના બે આરોપીને મિલકત સંબંધી ગુનાને લઈ ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ અર્થે લાવી હતી. 19 વર્ષીય સુનીલ પવાર અને રવિ જાદવે સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.

આ સમગ્ર મામલે નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક એસ.જી. રાણાએ જણાવ્યું હતું કે વઘઇ તાલુકાના બે શકમંદ આરોપી આજે સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં આ મામલે મને તપાસ સોંપવામાં આવી છે અને આરોપીઓએ કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું એને લઈને તપાસ થઈ રહી છે.

 50 ,  1