અમરાઈવાડી હત્યા કેસના બે આરોપીઓને પોલીસે કર્યા જેલ હવાલે

પીઆઇ ડી.બી મહેતા અને તેમની ટીમે ગણતરીના જ કલાકોમાં હત્યારાઓને ઝડપી લીધા

જાહેરમાં યુવકને છરીના ઘા મારી રહેશી નાખ્યો હતો

અમરાઈવાડી વિસ્તારમાં થયેલી હત્યાના 2 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા છે. હત્યાની એકસાથે બે ઘટનો પોલીસ ચોપડે નોંધતા ફફડાટ મચી ગયો હતો. અંગત અદાવતને લઇ યુવકને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો, જ્યારે અન્ય એક ઘટનામાં મહિલાને લઇ એક શખ્સની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

ઘટનાની વિગત મુજબ, નેશનલ હેડલુમ નજીક મનોજ વાઘેલા નામના યુવકને છરીના ઘા ઝીંકીને અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હતા. અંગત અદાવતમાં યુવકની હત્યા થઇ હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે આ અંગે જાણ થતાં જ અમરાઈવાડી પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન અમરાઈવાડીના પીઆઇ ડી.બી મહેતા અને તેમની ટીમે ગણતરીના જ કલાકોમાં હત્યાના બે અરોપીને ઝડપી લીધા હતા. પેટ્રોલિંગ દરમિયાન ન્યૂ કોટન ચાર રસ્તા પાસેથી મયૂર માધાભાઇ હીરાભાઇ ગોહિલ, તથા ખુશાલ મગનભાઈ હમીર ભાઈ જાદવને દબોચી જેલ હવાલે કર્યા હતા.

હાલ આ મામલે પોલીસે બન્ને હત્યારાઓને ઝડપી વધુ પૂછપરછ હાથધરી છે.જ્યારે અમરાઈવાડીના શંકરનગર સોસાયટીમાં ચંદન ગોસ્વામી નામના યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જેની હાલ તપાસ ચાલી રહી છે.

 27 ,  1