મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ રાજસ્થાનના બે ખુંખાર કેદીઓ જાળી તોડી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. ફરાર થયેલા બે કેદીઓને ત્રણ દિવસ અગાઉ પોલીસે ગાજણ ટોલનાકા પાસેથી ચોરીના મદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે બંને આરોપીઓને લોકઅપમાં રાખ્યા હતા.જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન બંને ખુંખાર તસ્કરો રૂરલ પોલીસસ્ટેશનના લોકઅપમાં આવેલા બાથરૃમની જાળીનો સળિયો તોડીને ફરાર થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
હાલ લોકઅપમાંથી બંને આરોપીઓ રફૂચક્કર થઇ જતા પોલીસે જુદી જુદી પાંચ ટીમો બનાવી બંનેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
90 , 3