જામનગરથી એક નાની બાળકીના અપહરણની ઘટના સામે આવી છે. ઘનશ્યામભાઈની પત્ની બાળકો સાથે રવિવારે લાખોટા તળાવે ફરવા આવ્યા હતા. ત્યાં તેમની અઢી વર્ષની જીયા નામની દીકરીને અજાણી મહિલાએ અપહરણ કર્યું હોય તેવું જાણવા મળ્યું છે.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ પ્રકાશમાં આવ્યા છે. ઘનશ્યામભાઈએ આ અંગે જામનગર સિટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ચારે બાજુ શોધખોળ ચાલુ કરી છે.
લાખોટા તળાવના ગેટ નં.4 પરથી જીયાને અજાણી મહિલા ઉપાડી ગઇ હતી. સીસીટીવીમાં મહિલાની એક આંગળીએ જીયા જોવા મળે છે અને બીજી આંગળીએ એક બાળક જોવા મળી રહ્યો છે અને ચાલીને લઇ જઇ રહી છે.
47 , 1