પેટ્રોલપંપમાં ભાગીદારીના બહાને 70.94 લાખની ઠગાઇ કરનાર બે ઝડપાયા

પોલીસે વિવિધ મુદ્દે તપાસ કરવા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા

પૂર્વ ભાગીદારની ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ ઉભા કર્યા હતા

પેટ્રોલપંપમાં ભાગીદારી કરવાના બહાને વેપારી પાસેથી 70.94 લાખની છેતરપિંડી કરનાર બે ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ પોતાના પૂર્વ ભાગીદારની ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હતા. પોલીસે વિવિધ મુદ્દે તપાસ કરવા આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ આદરી છે.

સરદાર નગર પોલીસે મહેશ રવાભાઈ રબારી અને જયેશ રવાભાઈ રબારીની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીએ વેપારી મહિલા સાથે 70.94 લાખની છેતરપિંડી આચરી છે. આરોપી નરોડા ખાતે આવેલા પેટ્રોલપંપમાં ભાગીદાર છે અને તે જ પેટ્રોલ પંપમાં 50 ટકાના ભાગીદાર બનાવવાના બહાને ટુકડે ટુકડે રૂપિયા મેળવી ભાગીદાર બનાવ્યા ન હતા.  છેતરપિંડી કેસની તપાસ કરતા પોલીસ સમક્ષ કેટલીક માહિતી સામે આવી જેમાં પેટ્રોલપંપના અન્ય ભાગીદાર જગદીશ અને ધાર્મિક પટેલ અમેરિકા રહેતા હતા અને જ્યા તેમનું મૃત્યુ થયું હતું. તેનો લાભ લઈ આરોપીએ મૃતકના વારસદારોને જાણ કર્યા વિના ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજ ઉભા કર્યા હતા. જેથી પોલીસે કલમોનો ઉમેરો કર્યો છે. સાથે જ બનાવટી દસ્તાવેજો બનાવનારની પણ શોધખોળ હાથ ધરી છે.

બન્ને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ અમર પરમારે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું છે કે, આ કેસમાં આરોપી પ્રવિણ રેવાભાઇ રબારી પકડવાનો બાકી છે તે ક્યાં છે, આરોપી પ્રવિણને પેટ્રોલપંપનો પ્રોપરાઇટર કેવી રીતે બનાવ્યો?, મૂળ માલીક ધાર્મીક પટેલનું મૃત્યુ થયું હતું. આરોપીઓએ તેમની પત્ની તુલસીબહેનનું એક ડીડ જીએસટી વિભાગમાં રજૂ કર્યું હતું તે કોને બનાવ્યું?, નરોડા ભગત પેટ્રોલીયમ સર્વીસ નામના બેંક એકાઉન્ટ કઇ કઇ બેંકમાં છે?, મૂળ માલીકના મૃત્યુ બાદ ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હતા તે કોણે કર્યા?, આરોપીઓ સામે આ સિવાય બીજા કેટલા ગુના છે?,આરોપીને ગુનામાં કોણે કોણે મદદ કરી? સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓના સાત દિવસના રિમાન્ડની જરૂર છે. ત્યારબાદ કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

બેંક અધિકારીઓની સંડોવણી પણ આશંકા-પોલીસ

પોલીસ તપાસમાં એવી પણ વિગત ખુલી છેકે, મૂળ પંપના માલીક જગદીશ પટેલ અને ધાર્મીક પટેલ 2015માં વિદેશમાં મૃત્ય પામ્યા હતા. તેથી 2015થી 2019 સુધી આઇઓસીએલ કે અન્ય કોઇ બેંકની મંજૂરી લીધા વગર પેટ્રોલ પંપનો નાણાકીય વ્યવહાર કરી રીતે કર્યો, આરોપીઓએ બોગસ દસ્તાવેજ બેંકમાં જમા કર્યા?, આ મામલે બેંક કર્મચારી કે અધિકારીની સંડોવણીની આશંકા હોવાનું પોલીસ જણાવી રહી છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર