ગાંધીધામ : પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી છ લાખ માંગનાર બેની ધરપકડ

ગાંધીધામ એ-ડિવીઝને ગણતરીના જ કલાકોમાં ખંડણીખોરોને દબોચી લીધા

પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના ગુરૂકુળ વિસ્તારમાં વસવાટ કરતા કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જનાર્દન કૃષ્નન રાજુ પાસેથી રૂ.6 લાખની ખંડણી વસૂલવાનો બે આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો. પરંતુ ગાંધીધામ એ ડીવીઝન પોલીસે આરોપીઓના ઇરાદાને નિષ્ફળ બનાવી દીધો હતો. થોડા દિવસ અગાઉ જનાર્દન રાજુને એક અજાણ્યા નંબર પરથી કોલ આવેલો હતો અને તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.6 લાખની ખંડણીની માંગ કરી હતી.

આ અંગે કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી જનાર્દન રાજુ દ્વારા પૂર્વ કચ્છના અંજાર નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ આ ઘટના સંદર્ભે ફરીયાદ નોંધાવી હતી અને ગાંધીધામ એ ડીવીઝન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ હતી. આ સંગીન ગુન્હામાં બે આરોપીઓ ઉંમર ખમીશા કટીયાની અને તાજમામદ આમદ નિગામને ઝડપી લીધા હતા. આરોપીઓ  પાસેથી છરી સહિતનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબ્જે લેવાયો છે.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ જનાર્દન રાજુને અગાઉથી ઓળખતા હતા માટેજ આ મનસૂબો બનાવ્યો હતો કે અહીંથી ખંડણી મળી રહેશે અને ફોનપર કોન્ટ્રાકટરને ધમકી આપવામાં આવી હતી. ફરીયાદીએ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગણતરીની કલાકોમાજ બે શખ્સોને દબોચી લીધા હતા.

ત્યારે કચ્છમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે જેને ડામવા પોલીસની સમય સુચકતાથી આરોપીઓના ઇરાદાઓ પર પાણીઢોળ થઈ રહ્યું છે આ કામગીરીમાં એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ કે.પી.સાગઠીયા, પી.એસ.આઇ કે.એન.જેઠવા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

 14 ,  1