છોટાઉદેપુરમાં 1.23 કરોડની કિંમતનો લીલા ગાંજા સાથે બેની ધરપકડ

મીઠાબોર ગામના ખેતરમાંથી 1233 કિલો લીલો ગાંજો ઝડપી પાડ્યો

છોટાઉદેપુરમાં કરોડોના ગાંજો કબ્જે કરવામાં આવ્યો છે. મીઠાબોર ગામના ખેતરમાંથી 1.23 કરોડની કિંમતનો 1233 કિલો લીલો ગાંજો સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છોટાઉદેપુર પોલીસ અને SOGની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. જેમાં ખેતરમાં વાવેતર કરાયેલો 1233.466 કિલો લીલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો અને બે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર પોલીસ અને SOGની ટીમને બાતમી મળી હતી કે, છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામ પાસે ખેતરમાં માટાપાયે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને આધારે છોટાઉદેપુર પોલીસ અને SOGની ટીમે મળીને મીઠાબોર સ્થિત ખેતરમાં રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસે શૈલેષભાઇ નારસિંહભાઈ રાઠવા અને અલસિંગ રામાભાઈ રાઠાવને ઝડપી પાડ્યા હતા અને બંનેને ક્વોરન્ટીન કરીને તેમના કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

રેડ દરમિયાન પોલીસને ખેતરમાં વાવેતર કરાયેલો 1233.466 કિલો લીલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની કિંમત 1.23 કરોડ રૂપિયા થાય છે. બોડેલી સી.પી.આઈ. એ.એ. દેસાઈએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર