ખૂનની ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે દબોચી લીધા
દહેગામમાં હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ કરાઈ છે. ખૂનની ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે દબોચી લીધા. પોલીસે બે પિસ્તોલ ત્રણ જીવતા કારતૂસ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓએ ખૂનના ઇરાદે બંદૂક ખરીદી હોવાની કબૂલાત કરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન વોચ ગોઠવી પોલીસે હથિયાર સાથે ઝડપી પડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી બે શખ્સો હથિયાર લઇને મોડાસા તરફ જવાના છે. બાતમી મળતાં પોલીસ એકશનમાં આવી વોચ ગોઠવી હતી. આ દરમિયાન બતમી વાળી કાર આવતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જરૂરી માણસોને આડોસ કરી કારને થોભાવી હતી. આ દરમિયાન પોલીસે કારમાં બેઠલ બે યુવકોને નીચે ઉતારી, તપાસ કરતા ગેરકાયદેસર હથિયાર મળી આવ્યા હતા.
પૂછપરછ કરતા આરોપીઓના નામ સંદીપ પાંડે અને નિતેશ ઉર્ફ છોટા કચોરી જણાવ્યું હતું. બન્ને આરોપીઓ મૂળ રાજસ્થાન હતા. અને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી બે પિસ્તોલ અને કારતૂસ કબ્જે કર્યા છે.
ખૂનના ઇરાદે પિસ્તોલ ખરીદી હોવાનું આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી હતી. એટલું જ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે. હાલ આ મામલે દહેગામ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
58 , 2