મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે લાંચીયા કોન્સ્ટેબલો ACBના છટકામાં ભરાયા, વચોટિયાની ધરપકડ

મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ ACBની ટ્રેપમાં ફસાયા

ખેડાનાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ ACBની ટ્રેપમાં ફસાયા છે. જો કે બન્ને કોન્સ્ટેબલ ફરાર છે જ્યારે વચોટિયાની ધરપકડ કરવામાં આવી છે. સટ્ટા-જુગારમાં પકડાયેલો મુદ્દામાલ છોડવા માટે 10 હજારની લાંચ માગી હતી. અગાઉ કોન્સ્ટેબલે સટ્ટાના આરોપીને જામીન પર મુક્ત કરવા માટે પણ  1.50 લાખની લાંચ માગી હતી. પોલીસ કોન્સ્ટેબલો દ્વારા કરાઈ રહેલી કળાની જાણ સ્થાનિક પોલીસ મથકને પણ થઈ જતા મહેમદાબાદ પોલીસે ગોઠવેલા છટકામાં એક વચેટીયો ઝડપાયો હતો જ્યારે કે  બે કોન્સ્ટેબલ ACBને જોઈને ભાગી ગયા હતા જેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

ઘટનાની વિગત મુજબ, મહેમદાબાદ પોલીસ મથકમાં સટ્ટાના કેસમાં આરોપીઓ ઝડપાયા હતા. આ આરોપીઓએનો અગાઉ 1.50 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટનો અભિપ્રાય આપવા માટે વધારાના 10 હજાર રૂપિયાની માંગણી આરોપીઓ પાસેથી કરવામાં આવી હતી.

આ દરમિયાન આ રૂપિયા આપતા સમયે ફરિયાદીઓએ ACBનો સહારો લીધો હતો. દરમિયાન આ ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય ACB દ્વારા મહેમદાવાદ પોલીસના બે કોન્સ્ટેબલ વતી લાંચ લેતા વચેટિયા કીર્તન સુથારને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ કર્મી આલાલાભાઈ રબારી અને પોલીસ કર્મી નારણ ભાઈ ભરવાડ ફરાર થઈ ગયા છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર