અમદાવાદ: S.G હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક બિલ્ડરનું મોત, 8 ઈજાગ્રસ્ત

અમદાવાદમાં એસજી હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે મોડી રાતે વર્ના કાર અને ટવેરા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે એક બિલ્ડરનું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં આઠ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ મામલે એસજી 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની મળતી વિગત મુજબ, ગઇકાલે મોડીરાતે પકવાન ચાર રસ્તા તરફથી વર્ના કાર પૂરપાટ ઝડપે આવી હતી. જો કે કારચાલકે કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઇડર કૂદાવી સામેથી આવતી ટવેરા કાર સાથે અથડાઈ હતી. ટવેરા કારમાં કોલ સેન્ટરમાં કામ કરતા લોકો સહિત સાત લોકોને ઇજાઓ થઈ હતી. વર્ના કારમાં પ્રતીક બ્રહ્મભટ્ટ અને વિપુલ પટેલ નામના બે યુવક બેઠા હતા જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 118 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી