સોમનાથ મંદિરમાં VIP દર્શન માટે IAS બનીને આવેલા છત્તીસગઢના બે વકીલોની ધરપકડ

બન્નેને સાત દિવસના રિમાન્ડ માટે વેરાવળ કોર્ટમાં રજુ કર્યા

છત્તીસગઢના એક વકીલ અને તેના ભાઈની મંગળવારે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરની મુલાકાત લેતી વખતે વીઆઈપી ટ્રીટમેન્ટ લેવા માટે આઈએએસ ઓફિસરની ખોટી ઓળખ ઉભી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી વકીલ શરદ પાંડે અને તેના ભાઈ રવિ પાંડે તરીકે કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના પ્રાંત અધિકારી સરયુ જનકાતને ફોન આવેલો કે અમો હાઇકોર્ટના જજ સાથે સોમનાથ આવી રહ્યા છીએ. હું આઇ.એ.એસ અધિકારી શરદ પાંડે બોલું છું. અને જજ સાહેબ સહિતના મહેમાનોને સોમનાથ, દીવ અને સાસણગીર સહિત વિસ્તારમાં આવવાનું હોય તેમને રહેવા જમવા સહિત protocol ની વ્યવસ્થા કરજો. ત્યારે આવા protocol સરકાર દ્વારા કલેકટર અથવા એસપી કક્ષાએથી ફેક્સથી આવતા હોય છે. પરંતુ સીધો જ આવો ફોન આવતા પ્રાંત અધિકારીએ કલેક્ટરને આ બાબતની જાણ કરી હતી.

ત્યારે આ પ્રોટોકોલની માંગ કરનાર છત્તીસગઢના વકીલ શરદ પાંડે અને જય પ્રકાશ પાંડે બન્ને સગાભાઈ કે જેવો દ્વારકા ખાતે પણ protocol મુજબ મહેમાનગતિ માણી ચૂક્યા હતા. અને માત્ર 24 સો રૂપિયા બાબતે માથાકૂટ કરતા ત્યાં અયોગ્ય જજને ન છાજે તેવૂ વર્તન કરેલ, જેથી દ્વારકા એસડીએમએ વેરાવળ એસડીએમ સરયૂ જણકાતને આ વીગત જણાવી હતી.

ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેકટર એસ.પી વગેરેએ આ લોકો સોમનાથ મંદિરે પહોંચતાં તેમની પૂછપરછ શરૂ કરેલી તેમની પાસેથી ઓળખકાર્ડ માગતાં, તેમની પાસે આધાર પુરાવા કે સંતોષકારક જવાબ ન મળતા અને પોલીસની પ્રાથમિક તપાસમાં શરદ પાંડે પાસેથી પી.એસ.આઇનું ઓળખ કાર્ડ મળી આવતા પોલીસે ગુનો દાખલ કરી અને બંનેની ધરપકડ કરી હતી. અને બન્નેને સાત દિવસના રિમાન્ડ માટે વેરાવળ કોર્ટમાં રજુ કર્યા છે.

પ્રભાસપાટણ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરતાં આ અગાઉ તેમણે અન્ય જગ્યાએ છેતરપિંડી કરી છે કે કેમ ? તેમજ તેઓ છત્તીસગઢના જે મહિલા મેજિસ્ટ્રેટ કે જેવો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હોય જેને હાઇકોર્ટના જજ બતાવી અને સરકારી protocol નો  દુરુપયોગ કરી રહ્યા હોય તે તમામ પાસાઓની હાલ ગીર સોમનાથ જિલ્લા પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવે વહીવટી અને પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે.

ગીર સોમનાથના મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, દ્વારકા પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ અમે તેમને ફોન પણ કર્યો હતો. જ્યારે તેઓ આવ્યા ત્યારે અમે તેમનું આઈડી કાર્ડ માંગ્યું પરંતુ તેઓએ તે બતાવવાની ના પાડી. પૂછપરછ દરમિયાન તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

શરદ અને તેના ભાઈ રવિ સામે IPC કલમ 170, 419 અને 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે અંજલિ સિંહ વિરુદ્ધ કોઈ કેસ દાખલ કરી શકાયો ન હતો કારણ કે તેણીએ કોઈને ફોન કર્યો ન હતો અને નકલી ઓળખ બતાવી ન હતી.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી