દહેગામ: તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોનાં મોત, અન્ય બે બાળકોનો આબાદ બચાવ

દહેગામ તાલુકાના સપા ગામમાં તળાવમાં ડૂબી બે બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે બાળકોનો આબાદ બચાવ થયો છે. મળતી વિગત મુજબ, સપા ગામના ચાર બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન ચાર બોળકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા.

આસપાસમાં રહેલા લોકો બાળકોને બચાવે તે પહેલાં જ બાળકો ડૂબવા લગ્યા હતા. જો કે સ્થાનિકોની મદદથી બે બાળકોને બચાવી લેવાયા હતા. જ્યારે અન્ય બે બાળકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ગામ લોકોએ ભારે જહેમત બાદ માછલી પકડવાની જાળ નાખી અન્ય બે બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

આ દુર્ઘટના બાદ પરિવાર સહિત સમગ્ર ગામ ભાંગી પડ્યો હતો. પરિવારનાં આક્રંદનાં કારણે ભારે ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી